Covid : 76 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 2726 દર્દીનાં મોત

0
16
2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,17,525 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,17,525 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. 76 દિવસ બાદ કોરોના (Corona New Cases) સંક્રમિત થનારા લોકોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. બીજી તરફ એક્ટિવ કેસો (Covid Active Cases)ની સંખ્યા પણ 10 લાખની નીચે આવી ગઈ છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટ (Covid Recovert Rate)માં પણ સુધારો થતાં તે 95.6 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત મહામારી સામે લડતાં દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign) પણ વેગવંતુ બની રહ્યું છે.મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 60,471 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2726 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,95,70,881 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 25,90,44,072 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,17,525 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 9,13,378 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,77,031 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,17,525 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 9,13,378 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,77,031 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.