દેશમાં 3 મહિનામાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવાશે, એક હોસ્પિટલનો ખર્ચ 3 કરોડ

0
11
00 બેડવાળી હોસ્પિટલ હશે.ICU માટે અલગથી ઝોન હશે.એવી સરકારી હોસ્પિટલોમાં જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યાં એને બનાવવામાં આવશે.
00 બેડવાળી હોસ્પિટલ હશે.ICU માટે અલગથી ઝોન હશે.એવી સરકારી હોસ્પિટલોમાં જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યાં એને બનાવવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે કેન્દ્ર દ્વારા આરોગ્યની માળખાગત સુવિધાને તાત્કાલિક મજબૂત બનાવવાની યોજના ઘડી કાઢવમાં આવી છે. કેન્દ્ર આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે, જેમાં ICU બેડ સાથે ઓક્સિજન સપ્લાઇની વ્યવસ્થા છે. સૌથી મોટી સમસ્યા બીજી લહેર દરમિયાન ઓક્સિજન સપ્લાઇની હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ મોડ્યુલર હોસ્પિટલો હાલની હોસ્પિટલોની નજીક જ બનાવવામાં આવશે. આના માધ્યમથી આરોગ્ય માળખાગત સુવિધામાં વધારો કરવામાં આવશે.વિશેષ વાત એ છે કે 3 કરોડના ખર્ચે બનનારી આ હોસ્પિટલો 3 અઠવાડિયાંથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવશે. આમાં ICU,ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા હશે. આ મોડ્યુલર હોસ્પિટલોનું આયુષ્ય ઓછામાં ઓછું 25 વર્ષ છે. દુર્ઘટના સમયે આ હોસ્પિટલોને એક અઠવાડિયામાં શિફ્ટ પણ કરી શકાય છે.100 બેડવાળી હોસ્પિટલ હશે.ICU માટે અલગથી ઝોન હશે.એવી સરકારી હોસ્પિટલોમાં જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યાં એને બનાવવામાં આવશે.3 કરોડનો ખર્ચ એક હોસ્પિટલમાં થશે અને એ 3 અઠવાડિયાંમાં કાર્યરત થઈ જશે.અહેવાલ મુજબ આ પ્રોજેક્ટની શરૂઆત પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર કે વિજય રાઘવન દ્વારા કરવામાં આવી છે. અત્યારે એનો અમલ ફક્ત સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે. આ હોસ્પિટલો ખાસ કરીને નાનાં શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવ સામે પહોંચી વળશે.