Friday, June 5, 2026
HomeWorldવિશ્વ સામે મોટું સંકટ, આગામી સપ્તાહે અફઘાનિસ્તાન અંગે મોટો નિર્ણય લેવાશે:બાઇડન

વિશ્વ સામે મોટું સંકટ, આગામી સપ્તાહે અફઘાનિસ્તાન અંગે મોટો નિર્ણય લેવાશે:બાઇડન

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે દેશને સંબોધિત કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં આ તેમનું બીજું સંબોધન છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વ સામે એક મોટું સંકટ સર્જાયું છે. અમે અફઘાનિસ્તાનમાંથી 18 હજાર અમેરિકી નાગરિકોને અને 14 ઓગસ્ટ બાદ 13 હજાર લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ અત્યારસુધીનું સૌથી મુશ્કેલ અને મોટું એરલિફ્ટ ઓપરેશન છે. તાલિબાન માટે પણ ત્યાંની સ્થિતિ એટલી સારી નથી.તેમણે ખાતરી આપી છે કે અમેરિકાના તમામ લોકોને બહાર કાઢવામાં ન આવે ત્યા સુધી અમારી સેના કાબુલમાં ઉપસ્થિત રહેશે. બાઈડને કહ્યું હતું કે અમે 20 વર્ષ સુધી અફઘાનિસ્તાન સાથે કામ કર્યું છે. વર્તમાન સમયમાં પણ કાબુલમાં અમારા 6 હજાર સૈનિક છે. જો તાલિબાન અમેરિકાની સેના પર હુમલો કરે છે તો એ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. અમે કાબુલ એરપોર્ટની સુરક્ષા કરી રહ્યા છીએ. એનાથી સૈન્ય ઉડાનો ઉપરાંત અન્ય દેશના ચાર્ટર વિમાનોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવ્યા બાદ બાઈડને સોમવાર-મંગળવારની રાત્રે પ્રથમ વખત દેશને સંબોધિત કર્યો હતો. આ સમયે તેમણે ત્યાં સર્જાયેલી સ્થિતિ માટે રાષ્ટ્રપતિ અશરફ ગની તથા ત્યાંના લીડરશિપને જવાબદાર ગણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે તાલિબાને ખૂબ જ ઝડપથી નિયંત્રણ મેળવી લીધું. અફઘાન લીડરશિપે જલદીથી હથિયાર હેઠાં મૂકી દીધાં. અમે ત્યાં અબજો ડોલરનો ખર્ચ કર્યો. અફઘાન ફોર્સને તાલીમ આપી. શસ્ત્રોથી સજ્જ આટલી મોટું લશ્કર કેવી રીતે હાર માની લે એ વિચારવાની જરૂર છે. આ એક ગંભીર મુદ્દો છે.અગાઉના સંબોધનની તુલનામાં શુક્રવારના સંબોધનમાં બે બાબત અલગ રહી. અગાઉ બાઈડન એકલા આવ્યા હતા અને મીડિયાના પ્રશ્નના જવાબ આપ્યા ન હતા અને ઝડપથી જતા રહ્યા હતા. શુક્રવારે તેમણે પ્રશ્નના જવાબ પણ આપ્યા. આ સમયે તેમની પાછળ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તથા વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ઊભાં હતાં.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here