Wednesday, September 16, 2026
HomeWorldઅફઘાનિસ્તાનમાં રૂ. 3,000માં પાણીની એક બોટલ, રૂ. 7500માં એક પ્લેટ ભાત: લોકો...

અફઘાનિસ્તાનમાં રૂ. 3,000માં પાણીની એક બોટલ, રૂ. 7500માં એક પ્લેટ ભાત: લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા પછી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનના લોકોને આશા છે કે કોઈ દેશ તેમને આશરો આપશે અને તેથી તેઓ તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશો પણ તેમના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એવા હજારો અફઘાનો છે, જેઓ ત્યાંથી નીકળવાની આશા રાખી રહ્યા છે. આ કારણથી જ કાબુલ એરપોર્ટ પર રોજ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ હવે અહીં પણ તેમની હાલત દયનીય બની રહી છે. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.અહીં લોકો ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે રાહ જોતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. અહીં પરિણામ એ આવ્યું કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, એક અફઘાન નાગરિકે કહ્યું હતું કે અહીં પાણી અને જમવાની કિંમત હજારોમાં વસૂલાય છે. આમ, અફઘાનો બંને બાજુથી પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ તાલિબાનો પીડા આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.અફઘાન નાગરિક ફઝલ-ઉર રહેમાને સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલના 40 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 3 હજાર રૂપિયામાં અને એક પ્લેટ ભાત 100 અમેરિકન ડોલર એટલે કે 7500 રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જો કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here