મોરબી : મોરબી પુલની દૂર્ઘટના થયા બાદ નાગરીકોમાં જબરજસ્ત આક્રોશ ફેલાયો છે. વિધાનસભાની ચૂંટણી કરવા માટે પ્રચારમાં ગયેલા ભાજપના આગેવાનોને તેનો કડવો અનુભવ થઈ રહ્યો છે. રીક્ષામાં ભાજપનો ભગવો લહેરાવી માઈકના ભૂંગળા રાખીને ભાજપના ઉમેદવારને જીતાડવાની અપીલ કરતા ભાજપના આગેવાનની રીક્ષાને લોકોએ રોકી હતી. તેમજ તેમને મેથીપાક આપ્યો હતો. લોકોના રોષથી બચવા ભાજપનો આગેવાન રીતસરનો દોડ્યો હતો. તેને મારવા માટે લોકોનુ ટોળું તેની પાછળ થયુ હતુ. ભાજપના પ્રશાંત સમલભાઈએ એક તબક્કે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે લોકો વધુ ઉશ્કેરાયા હતા. જેમાં મહિલાઓએ પણ આગેવાનની પાછળ દોડીને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેયાર કેટલાક યુવાનોએ લાકડી લઈને તેને બેફામ રીતે ફકકાર્યો હતો. આગળ ભાગ્યા બાદ અન્ય જગ્યાએ ઉભેલા લોકોએ પણ હાથ સાફ કર્યો હતો. કેટલાય લોકોએ પોતાના મોબાઈલ ફોનથી તેનુ રેકોર્ડીગં કર્યુ હતુ. પોણા બે મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિય પર વાઈરલ થયો છે. ચૂંટણીના પ્રચાર માટે જઈ રહેલા ભાજપના નેતાઓની હાલત આગામી દિવસોમાં કેવી થવાની છે તેનુ આ સેમ્પલ છે એવી કોમેન્ટ લોકો કરી રહ્યાં છે. મોરબી પુલની દૂર્ઘટનામાં 150થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ચૂંટણી પર તેની વિપરીત અસર થવાની સંભાવના છે.