કર્ણાટકમાં હાલમાં ભાજપની સરકાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વરુણા સીટથી અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકનું પણ નામ આ યાદીમાં સામેલ છે. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડશે. આ સિવાય એમબી પાટીલને બાબલેશ્વરથી, દિનેશ ગુંડુરાવને ગાંધીનગરથી, ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા એમએલસી પુતન્નાને રાજાજીનગરથી અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી કે.એચ. મુનિયપ્પાને દેવનહલ્લીથી કોંગ્રેસની ટિકિટ મળી છે. આ સિવાય મેંગલોરથી યુટી અબ્દુલ કાદર અલી ફરીદ, શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઈર્શાદ,
કર્ણાટકમાં હાલમાં ભાજપની સરકાર
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હાલમાં ભાજપની સરકાર છે. તે ફરીવાર ધ્રૂવીકરણના સહારે આગળ વધવા પ્રયાસ કરી રહ્યો છે. ભાજપ સત્તામાં ટકી રહેવા માગે છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ કર્ણાટકમાં ગુમાવેલી સત્તાને ફરી પાછી મેળવવા માગે છે.
આવતા મહિને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે
ચૂંટણી પંચ આગામી મહિનામાં કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ મહિને 9 માર્ચે ચૂંટણીપંચની એક ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 ના રોજ સમાપ્ત થાય છે.
ગત ચૂંટણીમાં કોઈને બહુમતી મળી ન હતી
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી, પરંતુ બહુમત માટે 113 બેઠકોની જરૂર હતી. આવી સ્થિતિમાં ભાજપ પાસે બહુમત માટે 9 બેઠકો ઓછી રહી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી