અમેરિકાએ ભારત, ચીન અને જાપાનને ઇરાનથી તેલ આયાત કરવાની છૂટ આપી

0
75
/news/INT-AME-HDLN-us-grants-iran-sanction-to-eight-importers-gujarati-news-5978824-NOR.html?ref=ht
/news/INT-AME-HDLN-us-grants-iran-sanction-to-eight-importers-gujarati-news-5978824-NOR.html?ref=ht

અમેરિકાએ ભારત, ચીન અને જાપાનને ઇરાન સાથે તેલ આયાત કરવાની છૂટ આપી દીધી છે. આ જાણકારી અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આપી. તેઓએ જણાવ્યું કે, ઇરાનના પેટ્રોલિયમ અને બેકિંગ સેક્ટર પર અમેરિકન પ્રતિબંધ સોમવારથી લાગુ થઇ ગયા છે. તે ઇરાન પર લાગેલા અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધ છે. આશા છે કે, આ પ્રતિબંધથી ઇરાન સરકારના વર્તનમાં બદલાવ આવશે.

ભારત માટે ઇરાન ત્રીજું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર

– મે 2015ના મલ્ટિનેશનલ પરમાણુ કરારથી અમેરિકા અલગ થયા બાદ ટ્રમ્પે ઇરાનના બેન્કિંગ અને પેટ્રોલિયમ સેક્ટર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે 4 નવેમ્બરથી લાગુ થયો છે.
– ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, પ્રતિબંધ બાદ ઇરાન પાસેથી તેલ ખરીદનાર દેશો ઉપર પણ કાર્યવાહી થશે.
– ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પ્રતિબંધના માધ્યમથી તેઓ સાઇબર હુમલા, બેલાસ્ટિક મિસાઇલ પરિક્ષણ, પશ્ચિમ એશિયામાં આતંકી જૂથના સમર્થન જેવી ઇરાનની ઘાતક ગતિવિધિઓને અટકાવવા ઇચ્છે છે.
– આ પરમાણુ સમજૂતી માટે ઇરાનને બેવાર વાતચીત માટે બોલાવવા ઇચ્છે છે.

ભારત સૌથી મોટું ખરીદદાર

– ચીન બાદ ઇરાનનું સૌથી બીજું મોટું ખરીદદાર ભાર છે. 2017-18માં આનાથી ઇરાનથી 2.26 કરોડ ટન ક્રૂડ ખરીદ્યું હતું.
– આ વર્ષે તેલની આયાત 3 કરોડ ટન સુધી લઇ જવાનું લક્ષ્ય હતું, પરંતુ પ્રતિબંધ લાગવાના જોખમના કારણે ભારત 1.5 કરોડ ટન પર સહમત થઇ ગયું હતું.
– ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. ભારત માટે ઇરાન ત્રીજું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર છે. પહેલાં નંબરે ઇરાક અને બીજાં નંબરે સાઉદી અરેબિયા છે.
– ઉર્જા ક્ષેત્રના નિષ્ણાત રિકાર્ડો ફેબિઆનીના જણાવ્યા અનુસાર, આ સમયે તમામની નજર ઇરાનના નિકાસકારો પર છે. હવે જોવાનું એ છે કે, ઇરાનના નિકાસકારો અમેરિકાના પ્રતિબંધથી બચવા માટે શું પગલા ઉઠાવે છે અથવા પોતાનું ઉત્પાદન ઘટાડે છે.