મુંબઈ : ભારતમાં પેડલ સ્પોર્ટને સમર્પિત માર્કેટ લીડર અને એક વ્યાપક ઇકોસિસ્ટમ, પેડલપાર્ક ઈન્ડિયાએ આજે JSW સ્પોર્ટસ અને ઈન્સ્પાયરના ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ (IIS)ના સ્થાપક શ્રી પાર્થ જિંદાલના નેતૃત્વમાં ફંડિંગના નવા તબક્કા સાથે વેગ મેળવ્યો છે. પેડલ રેકેટની એક રમત છે, જેના મૂળ મેક્સિકોમાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં,યુરોપમાં આ રમતમાં નોંધપાત્ર રીતે લોકોનો રસ વધ્યો છે, આટલું જ નહીં સમગ્ર વિશ્વમાં તેની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ રમતની ઝડપી વૃદ્ધિનો અંદાજ એ વાત પરથી જ માંડી શકાય છે કે 2016માં દુનિયાભરમાં કોર્ટની સંખ્યા 10,000 જેટલી હતી, જે 2024માં વધીને 50,000થી વધી ગઈ છે અને 2026 સુધીમાં 60,000 કોર્ટ સુધી પહોંચવાની તૈયારી છે. ફક્ત ગયા વર્ષે જ દુનિયાભરમાં 2500થી વધુ પેડલ ક્લબ ખુલી હતી.વૈશ્વિક પેડલ ઈન્ડસ્ટ્રીનું મૂલ્ય હાલમાં 2.2 અબજ ડોલરથી વધુ છે, જેમાં 25 મિલિયનથી વધુ ખેલાડીઓ 110 દેશોમાં ફેલાયેલા છે અને 2026 સુધીમાં વાર્ષિક 22%ના દરે વૃદ્ધિ પામીને $6.6 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. આ વૃદ્ધિના મુખ્ય ચાલકોમાં રમતોમાં વધતો રસ, નવી પ્રવૃત્તિઓ હાથ અજમાવવાનું આકર્ષણ, જાણીતી હસ્તીઓનું એન્ડોર્સમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની વધતી સંખ્યાનો સમાવેશ થાય છે. ભારતની 23% વસ્તી સક્રિયપણે રમતગમતમાં ભાગ લે છે ત્યારે, 232 મિલિયન સંભવિત પેડલ ઉત્સાહીઓ સાથે, દેશમાં બજારની નોંધપાત્ર તક રહેલી છે.
પેડલપાર્ક ઈન્ડિયામાં પોતાના રોકાણ અંગે ટિપ્પણી કરતા, JSW સ્પોર્ટસ અને IISના સ્થાપક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, “પેડલપાર્ક દેશમાં પેડલ સ્પોર્ટ માટેના ઈકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જેમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવાથી માંડીને કોચ અને વિદ્યાર્થીઓના શિક્ષણના કાર્યક્રમના સર્જનનો સમાવેશ થાય છે, જેનો હેતુ ટૂર્નામેન્ટના મજબૂત માળખાનું સર્જન કરવાનો છે. વૈશ્વિક પ્રભાવ માટે નવીનતા અને સામુદાયિક નિર્માણના માધ્યમથી પહોંચનું વિસ્તરણ કરવાની સ્થાપકોની દૂરદ્રષ્ટિ ભારતને રમતગમતના રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના આપણા પોતાના વિઝન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. પેડલ વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતી રમત છે અને હું ભારતમાં આ રમતની લોકપ્રિયતા વધારવા માટે પેડલપાર્કની ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.”રોકાણ અંગે ટિપ્પણી કરતાં, પેડલપાર્કના સહ-સ્થાપક, રોનક દફ્તરીએ જણાવ્યું હતું કે, “અમે પાર્થ અને તેમની ટીમને અમારી સાથે બોર્ડમાં સામેલ માટે અને ભારતને વિશ્વમાં પેડલ કોર્ટના સૌથી મોટા ઉત્પાદક અને વિતરક બનાવવાના તેમના વિઝનને શૅર કરવા માટે ઉત્સાહિત છીએ. અમારું દ્રઢપણે માનવું છે કે ભારતમાં રમતનું નિયમન કરવામાં મદદ કરવા માટે પાર્થ યોગ્ય વ્યક્તિ છે.”મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી અને 2020 માં તેની શરૂઆતથી સ્વ-ભંડોળ પ્રાપ્ત, પેડલપાર્ક ઈન્ડિયા અગ્રણી સ્પેનિશ સંસ્થા, સ્કાય પેડલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ભારત અને એશિયામાં પેડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મોખરે રહેવા માટે પ્રતિબદ્ધ છે. કંપની ઈન્ડિયન પેડલ એકેડમીનું પણ સંચાલન કરે છે, જે ભારતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક પૂરી પાડવા માટે આરંભિક અને એડવાન્સ્ડ સ્તરે કોચિંગ અને તાલીમ પૂરી પાડે છે.પેડલપાર્કના સહ-સ્થાપક – રોનક દફ્તરી, જીગર દોશી, નિખિલ સચદેવ અને પ્રતિક દોશી – રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલનમાં બહોળો અનુભવ પોતાની સાથે લાવ્યા છે અને સમગ્ર ભારતમાં રમતગમતને અપનાવવા પ્રોત્સાહન આપવા માટે ઊંડો ઉત્સાહ વ્યક્ત કરે છે.
ભારતમાં પેડલ સ્પોર્ટના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પેડલપાર્ક ઇન્ડિયામાં ફંડિંગ રાઉન્ડમાં પાર્થ જિંદાલ અગ્રણી
Date: