મેટિક્સ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (મેટિક્સ)ને વર્ષ 2023-24 માટે બેસ્ટ પ્રોડક્શન પર્ફોર્મન્સ ફોર ઓપરેટિંગ ફર્ટિલાઇઝર યુનિટ ફોર નાઇટ્રોજન (એમોનિયા એન્ડ યુરિયા)થી સન્માનિત કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં યોજાયેલા વાર્ષિક ફર્ટિલાઇઝર એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એફએઆઈ) એવોર્ડ્સમાં ભારતના રાજ્યકક્ષાના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન માનનીય સુશ્રી અનુપ્રિયા પટેલે મેટિક્સ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી ગિરિધર મિશ્રાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો. આ એવોર્ડ ભારતના મહત્વના કૃષિ ક્ષેત્રમાં ઓપરેશનલ સફળતા, નવીનતા તથા ટકાઉપણા પ્રત્યે મેટિક્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓક્ટોબર 2021માં તેની કામગીરી શરૂ કરી ત્યારથી મેટિક્સે ફર્ટિલાઇઝર સેક્ટરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે અને પૂર્વીય ભારતમાં યુરિયાના ક્ષેત્રે 20 ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો મેળવ્યો છે. 2023માં કંપનીને નાઇટ્રોજીનસ ફર્ટિલાઇઝર્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના કંપનીના લક્ષ્યાંક માટે તેના યોગદાન બદલ ‘Perseverance in Urea Production’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ વર્ષનો એવોર્ડ પશ્ચિમ બંગાળમાં પનગઢ ખાતે આવેલા તેના અત્યાધુનિક ગેસ આધારિત ફર્ટિલાઇઝર પ્લાન્ટથી યુરિયા ઉત્પાદન કરવામાં મેટિક્સની અભૂતપૂર્વ કાર્યક્ષમતાને માન્યતા આપે છે.આ માન્યતા અંગે મેટિક્સ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન શ્રી નિશાંત કનોડિયાએ જણાવ્યું હતું કે મેટિક્સની ટીમને વર્ષ 2023-24 માટેના ‘Best Production Performance of an Operating Fertilizer Unit for Nitrogen (Ammonia and Urea)’ એફએઆઈ એવોર્ડથી સન્માનિત થતા જોઈને ખૂબ જ ગર્વની લાગણી થાય છે. આ માન્યતા મેટિક્સની ટીમના તમામ કર્મચારીઓના અથાક પરિશ્રમ તથા પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. ઉત્પાદકતા વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા મેટિક્સે ઊર્જા કાર્યક્ષમતામાં નવા માપદંડો સ્થાપવા સાથે 118 ટકાની રેટેડ વાર્ષિક ક્ષમતા હાંસલ કરી તેમાં નજરે પડે છે. એક કંપની તરીકે અમે ટકાઉ પ્રેક્ટિસ અપનાવવા, અમારી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે આધુનિક ટેક્નોલોજીનો લાભ લેવા તથા ફર્ટિલાઇઝરના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તથા ભારતીય કૃષિના વિકાસમાં અમારું યોગદાન નોંધપાત્ર પ્રદાન કરે તે સુનિશ્ચિત કરવામાં અમે કૃતનિશ્ચયી રહીએ છીએ.મેટિક્સ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભારતની સૌથી તાજેતરમાં સ્થપાયેલી અને સૌથી ઝડપથી વિકસી રહેલા ફર્ટિલાઇઝર ઉત્પાદકો પૈકીની એક કંપની જે પૂર્વીય ભારતમાં યુરિયાનો 20 ટકા બજાર હિસ્સો ધરાવે છે. તેમની પ્રોડક્ટ રેન્જમાં યુરિયા, નોન-યુરિયા ફર્ટિલાઇઝર્સ તથા સ્પેશિયલ્ટી ફર્ટિલાઇઝર્સનો સમાવેશ થાય છે. કંપની 1,000થી વધુ ડીલર્સ અને 60,000થી વધુ રિટેલર્સના નેટવર્ક સાથે 9 રાજ્યોને આવરી લે છે અને ખેડૂતોને આવશ્યક પાક પોષકતત્વો સમયસર મળે તે સુનિશ્ચિત કરે છે. મેટિક્સ ફર્ટિલાઇઝર્સ નવીનતમ પાક પોષણ તથા જમીનની ગુણવત્તા સુધારે તેવી પ્રોડક્ટ્સ દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવા પ્રતિબદ્ધ છે અને તેનું લક્ષ્ય દરેક ખેતરને પોષણ મળે તથા સૌને અન્ન સુરક્ષા સુનિશ્ચિત થાય તેનો છે.
મેટિક્સ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડને 2023-24માં બેસ્ટ પ્રોડક્શન પર્ફોર્મન્સ માટે એફએઆઈ એવોર્ડથી સન્માનિત કરાઈ
Date: