![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/13.jpg)
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં નવી દિશા આપતા રાજૂ એન્જિનિયર્સે વિશાળ આ 80-એકર ના મેન્યુફેક્ચરિંગ પાર્ક માટે ભૂમિ પૂજન કરીને પોતાના મહત્વ કાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પાર્ક રાજૂ એન્જિનિયર્સના તમામ મહત્વપૂર્ણ બિઝનેસ વર્ટિકલ્સને એકઠા કરી, એક સંકલિત ઇકોસિસ્ટમ બનાવશે, જેનાથી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે, અનાવશ્યક વ્યય ઘટશે અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન મળશે.આ પ્રોજેક્ટ તબક્કાવાર અમલમાં મૂકાશે, જેમાં પ્રાથમિક તબક્કામાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી સુવિધાઓ અને મુખ્ય ઓપરેશનલ એકમો ની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આ પછી એડવાન્સ ટેક્નોલોજી યુનિટ્સ, આર એન્ડ ડી સેન્ટર્સ, અને પર્યાવરણને અનુકૂળ અન્ય વિભાગો નો સંકલન કરવામાં આવશે. અંતિમ તબક્કામાં 100% ગ્રીન એનર્જી સાથે દરેક વિભાગનું સંકલન સુનિશ્ચિત કરાશે, જેથી કાર્યક્ષમતામાં વધારો થાય અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે.આ ટેક્નોલોજી પાર્કમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટાપાયે રોકાણ કરવાનો મુખ્ય હેતુ પર્યાવરણને અનુકૂળ સ્થિર વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. અહીં લિન મેન્યુફેકચરિંગ સિદ્ધાંતોના અમલથી વ્યય ઘટાડવા, સંસાધનોનો વધુ સાર્થક ઉપયોગ અને પર્યાવરણ ને અનુકુળ કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત, IoT અને અન્ય અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટ મશીનો કાર્યક્ષમતા વધારશે, જે આધારિત માહિતીથી પૂર્વાનુમાન જાળવણી થી સંસાધનોના શ્રેષ્ઠ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરશે.“આ ટેક્નોલોજી પાર્ક રાજૂ એન્જિનિયર્સ માટે માત્ર વિકાસનો એક પગથિયો નહીં, પરંતુ નવીનતા, કાર્યક્ષમતા અને સ્થાયી વિકાસ તરફ ઉદાત્ત દૃષ્ટિકોણ ધરાવતું મહત્વપૂર્ણ પગલું છે,” રાજૂ એન્જિનિયર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ખુશબૂ ચંદ્રકાંત દોશીએ એમ જણાવ્યું છે.