વાડીમાં રહેતા યુવાન પર સિંહણનો હુમલો, પગમાં ઇજા પહોંચાડી

0
51
Lioness attack on young man in village Haramadiya of Unna,
Lioness attack on young man in village Haramadiya of Unna,

(જી.એન.એસ.)ઉના,તા.૨૨
ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે છેલ્લા ઘણા સમયથી સિંહણની રંજાડ હોવાથી ખેડૂતોને વાડીમાં કામ કરવું મુશ્કેલ બની ગયુ હતું. ત્યારે બપોરના સમયે હરમડિયા ગામની સીમમાં ખેતીકામ કરતા હતા. ત્યારે અચાનક સિંહણ આવી ચડતા ભરતભાઈ પુનાભાઈ બળદિયા પર સિંહણે હુમલો કરી પગનાં ભાગે ઇજા પહોંચાડી લોહી લુહાણ કરી નાંખ્યા હતાં.
ગ્રામજનો અને ખેડૂતોએ જંગલખાતાને અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાંજરે પુરવામાં આવેલ ન હોવાથી ખેડૂતોમાં રોષ જાવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે વન્યપ્રાણીઓને અહીંથી દૂર ખસેડવામાં અથવા પાંજરે પુરવામાં નહી આવે તો આંદોલન કરવામાં આવશે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહણે હુમલો કર્યો હતો. તેમાં પણ યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. આ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પણ સિંહણ આવી ચડતા હરમડિયા ગામમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા કરતા મુન્નાભાઈ દાદાભાઈ મકરાણી પાછળ દોટ મુકતા તેઓ જીવ બચાવવા ઇલેક્ટ્રીક પોલ ઉપર ચડી ગયા હતા.