અમદાવાદમાં અપાર (ઓટોમેટેડ પર્મેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) કાર્યક્રમ ના અમલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં આઈ પી મિશન સ્કૂલ, અમદાવાદ ખાતે એક સમર્પિત સપોર્ટ ટીમ ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને ઈ-ગવર્નન્સ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.અપાર ‘વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી’ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ શૈક્ષણિક દસ્તાવેજોની વ્યવસ્થિત નોંધણી, શૈક્ષણિક પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીગતિને સરળ બનાવવા માટે રચાઈ છે, જે પ્રશાસનિક પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવે છે.આ અવસરે, અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓએ પુષ્ટિ કરી કે તેઓ સમગ્ર અમદાવાદમાં અપારના સરળ અમલ માટે પ્રતિબદ્ધ છે. તેમનું સક્રિય પ્રભાવશાળી દૃષ્ટિકોણ અને ઈ-ગવર્નન્સ ટીમ સાથેની સંકલિત કામગીરી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ લાભપ્રદ સાબિત થઈ રહી છે.અપાર સિસ્ટમના લાભો: શાળાઓ અને સંસ્થાઓ વચ્ચેની વિદ્યાર્થીગતિને સરળ બનાવે છે., શૈક્ષણિક લવચીકતા અને સરળતાને વધારવા, વિદ્યાર્થીઓને જીવનભરનું ડિજિટલ શૈક્ષણિક ઓળખપત્ર પ્રદાન કરે છે અને શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસિક સિદ્ધિઓને માન્યતા અને પ્રમાણિત બનાવે છે.અપારના કારણે હવે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રમાણપત્રોની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂર નથી, કારણ કે તેમના તમામ શૈક્ષણિક દસ્તાવેજો તેમની ડિજિટલ આઈડી માં સુરક્ષિત છે. આ સગવડથી દસ્તાવેજ ખોવાઈ જવાની સમસ્યા ટળી જાય છે અને શાળા બદલવાની પ્રક્રિયા, પ્રવેશ પરીક્ષાઓ, પ્રવેશ, નોકરી માટેની અરજીઓ, કૌશલ્ય વિકાસ અને અપસ્કિલિંગ જેવા વિવિધ પરિસ્થિતિઓમાં સરળતા થાય છે.અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરી અને આઈ પી મિશન સ્કૂલ માં રચાયેલ સપોર્ટ ટીમ આપાર કાર્યક્રમના સફળ અમલ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સંકલિત પ્રયાસો અને સતત સહકાર સાથે, આપાર શૈક્ષણિક વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર લાવી વિદ્યાર્થીઓ માટે લાભદાયક બનશે.