Sunday, May 19, 2024
HomeGujaratતરછોડાયેલા બાળકને 'સ્મિત' નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો...

તરછોડાયેલા બાળકને ‘સ્મિત’ નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગાંધીનગર માં તરછોડાયેલા બાળક મામલે હાલ પોલીસ પણ ગૂંચવાઈ છે. આખરે કેમ ક્યાંયથી પણ બાળકના વાલીનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો છે. પોલીસ ગાંધીનગરના સીસીટીવી ફંગોળી રહી છે, જેથી માસુમના માતાપિતા સુધી પહોંચી શકાય. પરંતુ હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. તો બીજી તરફ, ગાંધીનગરમાં તરછોડાયેલા આવેલા બાળકને દત્તક લેવા માટે સરવાણી ફૂટી છે. અનેક લોકો બાળકને જોવા અને તેને દત્તક લેવાની માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી બાળક માટે સૂચના આપી – ગૃહરાજ્ય મંત્રી
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પોલીસની સાત ટીમ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. સીસીટીવીના તપાસ ચાલી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડવા સૂચના અપાઈ છે. ટીમે આખી રાત કરી છે, અને તે હજી પણ ચાલુ છે. આશા છે કે, જલ્દી જ બાળકને મૂકી જનાર શખ્સ પકડાશે. લોકોની લાગણી આ બાળક સાથે છે. આજે મુખ્યમંત્રી પણ આ મામલે સૂચના આપી છે. અમે તબીબોને પણ બાળકની યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. હાલ બાળક એકદમ સ્વસ્થ છે. ભાજપના કોર્પોરેટર દિપ્તીબેન અને પૂર્વ ધારાસભ્ય રાતથી જ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મારી જનતાને અપીલ છે કે, આ તસવીરને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવો. બાળક વિશે કોઈ પણ માહિતી હોય તો આપો. જેથી પોલીસને કેસ સોલ્વ કરવામાં વધુ મદદ મળશે. સોશિયલ મીડિયાનો તમે આજે સાચા અર્થમાં ઉપયોગ કરી શકશો, આ તક તમારા હાથમાં છે. 100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે. બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે. ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે, જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. LCB ના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા પહોંચ્યા છે. ગૌશાળાના સંચાલક બાપજી ગૌશાળાથી રવાના થયા છે. અલગ અલગ દિશામાં LCB એ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં બાળક જ્યાંથી મળી આવ્યું તે નજીકના વિસ્તારમાં અંડરપાસ પાસેના CCTV તપાસવા પણ આદેશ કરાયા છે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here