Tuesday, March 17, 2026
HomeLife Styleમાનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65% પાણી હોય છે.

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65% પાણી હોય છે.

Date:

spot_img

Related stories

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....
spot_img

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં લેખ હશે એટલે આજે. આપણે સૌ જાણીએ છીએ કે જળ તત્વ એટલે પાણી મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. પણ જળ તત્વને ભારતીય સનાતન ધર્મમાં ઈશ્વર અંશ એટલે પંચ મહાભૂતનું એક મહત્વનું ઘટક માન્યું છે! આદિદેવ જગતગુરુ શંકરાચાર્ય એ આપેલ પંચદેવની પૂજા આ પાંચેય મહાભૂતને દેવ તત્વ સાથે જોડે છે! અને એ જ રીતે પંચદેવની પૂજામાં ભગવાન ગણેશને જળ તત્વનાં અધિષ્ઠાતા ગણવામાં આવ્યા છે, અને તેની પૂજા કરવાથી પંચમહાભૂતના બનેલાં આ શરીરમાં જળ તત્વની પુષ્ટિ થાય છે, એ થયું અધ્યાત્મ પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ પાણી માનવીનું જીવન ટકાવી રાખવા માટે હવા અને ખોરાક જેટલું જ જરૂરી છે. બાહ્ય પ્રકૃતિમાં 70 ટકા જળથી પૃથ્વી આચ્છાદિત છે, એ જ રીતે માનવીનાં શરીરમાં પણ 65 થી 70 ટકા પાણીનો ભાગ રહેલો છે. બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિનું સંતુલન બની રહે, એટલે બંનેના પ્રમાણનું સમતોલન દર્શાવાયું છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, અને જળ તત્વ આપણી મુખ્ય જરૂરિયાત છે, એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ આપણી સાથે સાથે એ અન્યોની જરૂરિયાત છે, એ સત્ય હવે સમજવાની જરૂર છે. એટલે કે પાણીનો બને તેટલો ઓછો બગાડ કરીને આ તૃષા છીપાવતુ પૃથ્વીનુ અમૂલ્ય અમૃત આપણે સૌએ બચાવવાનું છે.

પાણી ના બે મુખ્ય પ્રકાર એક મીઠું પાણી અને બીજું ખારું પાણી. પૃથ્વી પર આપણે નદી નાળાં સરોવર તેમજ સમુદ્ર સ્વરૂપે જળ તત્વને જોઈ શકીએ છીએ, અને એ રીતે તેનો યથાર્થ ઉપયોગ પણ આપણે કરીએ છીએ એ મીઠું પાણી. સમુદ્રના પાણીનું પ્રમાણ વિપુલ માત્રામાં આપણી પાસે હોવા છતાં, તે ખારું હોવાથી જરૂરિયાત માટે એટલું કામ આવી શકતું નથી, અને એને કારણે આપણને પાણીની ઊણપ વર્તાય છે. દિવસે દાડે વસ્તી વધતી જાય છે, અને આ જથ્થામાંથી જ આપણે કામ ચલાવવાનું હોવાથી, એ રીતે પણ દિવસે દિવસે અઘરું થતું જાય છે. આ ઉપરાંત વાતાવરણમાંના ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટે પણ પાણી જરૂરી છે. પાણીનું રાસાયણિક સૂત્ર પણ H૨O છે, એટલે કે બે હાઇડ્રોજનનાં અણુ અને એક ઓક્સિજનનો અણું હોય તો જ પાણીનું બંધારણ શક્ય છે. પાણી છે તો ઓક્સિજન છે, પાણીથી વૃક્ષો વાવીને જ ઓક્સિજન તેમજ આહાર પણ મેળવી શકાય છે. એટલે હવા પાણી અને ખોરાક એ માનવીની ત્રણેય મુખ્ય જરૂરિયાત માટે જળ તત્વ ખૂબ જ જરૂરી છે, માટે તેનો બગાડ થાય નહીં એ જોવું પડશે.

પૃથ્વી પરની જળ સપાટીમાં પાણીનું પ્રમાણ યથાવત રહે, એ માટે કુદરતી વરસાદ કારણભૂત છે, અને દરિયાની સપાટીનું પાણી ગરમ થવાથી વરાળ થાય, અને એ આખી સાયકલ આપણે ભણી ગયા છીએ. પરંતુ પ્રવર્તમાન પ્રકૃતિ પ્રદૂષિત થઈ ગઈ હોવાથી, વરસાદનું પ્રમાણ કોઈવાર અતિ થઈ જાય છે, તો કોઈ વાર ઓછું થાય, અને એને કારણે આપણને તકલીફ પડે. પીવામાં, વાપરવામાં, ઉપરાંત અનાજ માટે ખેતીમાં પણ પાણી જોઈએ, આ ઉપરાંત કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન પણ થાય, એટલે કે કોઈવાર પ્રમાણમાં નીપજ ઓછી મળે,કે ન મળે એવું પણ થાય. એટલે પ્રકૃતિનું પ્રદૂષણ ઘટે તો આખી સાયકલ વ્યવસ્થિત ચાલે. એથી પ્રદૂષણને ઘટાડવા આપણાથી જેટલાં થાય એટલાં પ્રયત્નો કરવાં પડશે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાં ઘણું બધું કરવું પડે. આખી સાયકલ વ્યવસ્થિત કરવાં વાતાવરણમા રહેલા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઓછું કરવું એ બહુ જ જરૂરી પગલું છે. કચરાનાનો ઢગલો કોહવાય એટલે એમાંથી કાર્બન ડાયોકસાઇડ કે કાર્બન મોનોક્સાઈડ વાયુ બને છે, અને કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટાડવાનું કામ આપણે કરી શકીએ છીએ. જ્યાં ત્યાં કચરો ન નાખતાં એને કચરાપેટીમાં જ નાખવો, અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. આ ઉપરાંત વૃક્ષો ઉછેરવા, તેમજ કુદરતી સંપત્તિ રુપે રહેલા નદી નાળાનાં પાણી ખરાબ ન થાય એનુ પણ ધ્યાન રાખવું, કારણકે આ બધું આપણા એકલાનું નથી, અન્ય કેટલાય જીવ એની પર નિર્ભર છે.

આંતરિક પ્રકૃતિની વાત કરીએ તો જળ એટલે કે પાણી અને પાણી એટલે કે પ્રવાહી એનું પ્રમાણ બરાબર હોય તો જ આપણું જીવન શક્ય છે. માનવીને પાણી, વાણી, અને લાગણી વગર ચાલી શકે નહીં.આ ત્રણેયનો મુખ્ય ગુણ સરળતા છે, એટલે જે સંતુલિત છે એ વ્યક્તિ સરળ હોય છે. માનવીનાં હૃદયમાં વહેતી આ લાગણીનાં બંધારણ માટે પ્રેમ રૂપે પાણી, અને સહારા રુપે શબ્દ મળે તો એ સકારાત્મક ઊર્જા બની નસનસમાં દોડે છે. પરંતુ લાગણી નો અભાવ જીવનને નકારાત્મક બનાવે છે, અને જે ઉર્જા હોય છે તે પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે.

પાણીનુ એક સ્વરૂપ આંસુ પણ છે, જો પ્રેમની લાગણી મળી હોય તો એ આંસુ ખુશી કે હરખનાં પણ હોય. પરંતુ જો નફરતની લાગણી કે તિરસ્કાર ધૃણા કે ઉપેક્ષા વગેરે થાય ત્યારે જે આંસુ દ્વારા લાગણી વ્યક્ત થાય છે, તે દુઃખની હોય છે. આમ આંસુ સુખનું છે કે દુઃખનું એ કહેવું મુશ્કેલ બને છે. દરેક વખતે લાગણીશીલ બનવું પણ યોગ્ય નથી હોતું,અને એટલે જ “કોરી આંખો રાખવી” એવા શબ્દપ્રયોગ પણ આપણે ત્યાં થતાં હોય છે. પરિવારનાં અંદરો અંદરના સંબંધો લાગણીશીલ અને પ્રેમાળ બની રહે એ માટે વાણી પર સંયમ રાખી, અને સૌ સાથે પ્રેમાળ, અને આતમીય ભાવથી વાતચીત કરવી, અને કોઈને લાગણીની ખોટ ન પડે,અને તેની આંખમાં આંસું ન આવે, એને દુઃખ થાય એવું કરવું નહીં. પરંતુ માત્ર આપણા ઘર પરિવારના સંબંધો વિષે ન વિચારતાં, આવનારા ઉનાળાનાં આ ભયંકર દિવસોમાં પ્રકૃતિમાં વસતાં ઢોર ઢાખર અને જ્યાં આજે પણ પાણીની સુવિધા નથી, એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર વિશે વિચારીને તેમના તરફ લાગણી રાખી, પાણીનો બગાડ આ વખતે થાય નહીં, તેનું પૂરતું ધ્યાન રાખવું એ આપણી નૈતિક ફરજ છે.

આવાં દિવસો ઉજવવાનું મુખ્ય કારણ એ હોય છે કે લોકોમાં જાગૃતિ આવે! અને કેટલાંય વર્ષોથી આપણે આવા ખાસ દિવસે એનાં મેસેજો મુકી આપણું કર્તવ્ય પૂર્ણ કર્યું, એવી નિરાંત વાળીને બેસી જઈએ છીએ! પણ જો જીવન બચાવવું હશે તો કપડાં અને મકાન સિવાયની પ્રાથમિક જરૂરિયાત માટે પાણી જોઈશે! પણ આપણી સમજમાં આવતું જ નથી! ગયાં વર્ષે ઘણાં જાગી ગયેલાઓ વન વગડામાં વૃક્ષનાં બીજ વેરવા નીકળ્યા હતાં! અને વરસાદ આવે એટલે એ બીજ અંકુરિત થાય અને આમ છોડ‌ કે વૃક્ષ ઉગે! પછી ભલે તે ખાવા લાયક હોય નહીં! પણ ઓક્સિજન તો આપશે જ! બસ આવું કંઈક નાનું પણ પ્રકૃતિ સંવર્ધન માટે યોગદાન જરૂરી છે. જય હિન્દ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here