Wednesday, June 26, 2024
HomeGujaratAhmedabadકલાકારો દ્વારા કાળઝાળ ગરમીમાં ચોમાસાની ઉત્સુકતાથી વાટ જોઈ રહી છે!

કલાકારો દ્વારા કાળઝાળ ગરમીમાં ચોમાસાની ઉત્સુકતાથી વાટ જોઈ રહી છે!

Date:

spot_img

Related stories

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...

જેએસડબ્લ્યુ ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી...

પેરિસ, ફ્રાન્સ – જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં...

દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

 સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે...
spot_img

ઉનાળો તેની ચરમસીમાએ છે ત્યારે ભારતમાં લાખ્ખો લોકો ચોમાસાની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છે. તેમની સૂકી જમીનો પ્રથમ વરસાદનાં ટીપાં માટે તલસી રહી છે. આ સામાન્ય જનતા પૂરતું સીમિત નથી, પરંતુ આપણા વહાલા એન્ડટીવીના કલાકારોને પણ લાગુ થાય છે.આશુતોષ કુલકર્ણી (ક્રિશન બિહારી વાજપેયી, અટલ), સપના સિકરવાર (બિમલેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) વરસાદની મોસમ શરૂ થવાની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યાં છે. તેમનો રોમાંચ આપણા જેવો જ છે. તેઓ પણ આ કાળઝાળ ગરમીથી છુટકારો ચાહી રહ્યા છે.અટલમાં ક્રિશન બિહારી વાજપેયીઓની ભૂમિકા ભજવતો આશુતોષ કુલકર્ણી કહે છે, “મને ચોમાસાના આગમનની અને કાળઝાળ ગરમીથી છુટકારાની ઉત્સુકતા છે. વરસાદની સીઝન મારો વર્ષનો ફેવરીટ સમય છે અને મને આ દિવસોમાં સાહસોનું નિયોજન કરવાનું ગમે છે. મને મારા પરિવાર અને મિત્રો સાથે નજીકનાં હિલ સ્ટેશનો પર લોંગ ડ્રાઈવ કરીને જવા અને નિસર્ગ વચ્ચે સમય વિતાવવાનું ગમે છે. હું સામાન્ય રીતે ગરમીની મોસમ પણ માણું છું, જે સમયે ચોમાસાનું વહેલું આગમન થાય એવી પ્રાર્થના કરતો નથી, પરંતુ કાળઝાળ ગરમી પછી હું શક્ય તેટલું જલદી ચોમાસુ બેસી જાય એવી પ્રાર્થના કરવા લાગું છું. (હસે છે). વરસાદનાં ટીપાં છત પર પડતા હોય તે અવાજ અને ભીની માટીની સુગંધ તાજગીપૂર્ણ અને શાંતિ આપનારી હોય છે. મને આ મોસમમાં સારાં પુસ્તકો વાંચવાનું અને ગરમાગરમ ચાની ચુસકીઓ પીવાનું, સારાં સારાં ગીતો સાંભળવાનું બહુ ગમે છે. વરસાદ પછી આવતી હરિયાળી કાયાકલ્પ અને નવીનીકરણનું ભાન કરાવે છે. હું વરસાદની સંધ્યાએ ગરમાગરમ પકોડા અને ચા જરૂર માણું છું. ખરેખર વર્ષનો આ ચમત્કારી સમય હોય છે, જે મારા મનને શાંતિ અને ખુશી આપે છે.હપ્પુ કી ઉલટન પલટનમાં બિમલેશની ભૂમિકા ભજવતી સપના સિકરવાર કહે છે, “બધાની જેમ હું પણ વરસાદ જલદી આવે તેની ઉત્સુકતાથી વાટ જોતી રહું છું. મને વરસાદની મોસમ ખાસ ગમતી નથી, પરંતુ વધતું તાપમાન અસહ્ય બની ગયું છે. મને ખાતરી છે કે વરસાદ ગરમીથી રાહત આપશે. મેં મારા પતિ અને પુત્રી સાથે ઈગતપુરીમાં ફરવા જવાનું નક્કી કર્યું છે, જે ચોમાસામાં ખીલી ઊઠે છે. સામાન્ય રીતે હું મારી બાલ્કનીમાં બેસીને કોફીના ઘૂંટડા પીઉં છં. પ્રથમ વરસાદની ઉત્સુકતા બેસુમાર હોય છે અને મારી જેમ બધાને તે ગમે છે. માટીની સુગંધ મારી અંદર ખુશી ભરી દે છે. આ મોસમમાં છવાતી હરિયાળી અને હવામાં ઠંડક આહલાદક હોય છે. હવામાનમાં બદલાવ જોશ વધારે છે અને રાહત અને નવીનતા લાવે છે તે અદભુત છે. વરસાદ આપણા દરેકની આસપાસ નવા જીવનનો શ્વાસ લેશે ત્યારે નિસર્ગનું પરિવર્તન જોવા હું ઉત્સુક છું. વહાલાજનો માટે આ મજેદાર અવસર હોય છે, જે દિવસોમાં ગરમાગરમ ચા અને બારીમાંથી વરસાદ મંત્રમુગ્ધ કરનારી પેટર્ન રચે છે તે ખરેખર અદભુત હોય છે. હું આ સુંદર અવસરોને મઢી લેવા અને મારા પરિવાર સાથે કાયમી યાદો નિર્માણ કરવા ઉત્સુક છું.”ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવતી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મારા માટે ચોમાસુ નિસર્ગની સિમ્ફોની છે, જે જીવન અને આશા લાવે છે. હું વરસાદના પ્રથમ ટીપાની અને તે પછી તાજગીપૂર્ણ પવનની ઉત્સુકતાથી વાટ જોઉં છું. નવીનીકરણની આ મોસમમાં મને મસાલા ચા, જિંજર ટી અથવા લેમનગ્રાસ ટીની ચુસકીઓ લેવાનું બહુ ગમે છે. હું આકાશ ખૂલવા અને વરસાદ પડીને હાલની હીટવેવથી દરેકને છુટકારો આપશે. ચોમાસુ મને કાયાકલ્પ અને પ્રેરણાની નિસર્ગની અતુલનીય શક્તિને યાદ અપાવે છે, જે વર્ષનો મારો ફેવરીટ સમય બનાવે છે. મારી બારી સામે વરસાદના ટપકાથી થતો અવાજ મારી સર્વ ચિંતાઓ દૂર કરીને ઠંડક આપે છે અને શાંતિ આપે છે. ચોમાસુ પ્રતિબિંબ અને કૃતજ્ઞતાનો સમય છે, જે નિસર્ગના સૌંદર્ય અને સ્થિતિસ્થાપકતાની યાદ અપાવે છે.”જોતા રહો તમારા મનગમતા કલાકારોને અટલ રાત્રે 8.00, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...

જેએસડબ્લ્યુ ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી...

પેરિસ, ફ્રાન્સ – જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં...

દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

 સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here