
બહુમુખી પ્રતિભા શબ્દ પણ નાનો પડે એવા સમર્થ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં ગવાઇ રહેલી રામકથાનાં પાંચમા દિવસે બહેનોએ પૂછેલા એક પ્રશ્નથી કથાનો આરંભ થયો. પૂછાયું હતું કે દેહને શું ગણવું?મનને શું જાણવું?બુદ્ધિ માટે શું વિચારવું?ચિત્તનું શું કરવું અને અહંકાર સાથે કેમ વર્તવું? બાપુએ કહ્યું કે દેહને હંમેશા દેવ માનજો. અહીં છાપાની ભાષામાં વાત કરતા બાપુએ કહ્યું કે જેમ ૧૬ પાનાના છાપામાં ઘણું હોય પણ એનું સારું અને મહત્વનું જો કોઈ હોય તો એ નાનકડો સંપાદકીય લેખ હોય છે.જેને એડિટોરિયલ કહેવાય છે.એમ રામચરિતમાનસનો આટલો બધો વ્યાપ પણ એનો સાર એનું એડિટોરિયલ એ છે કે માનસ ગાવાથી સુખ ખૂબ મળશે-આવું તુલસીજી લખે છે. મેઘાણીજીએ સો જેટલા ગ્રંથો લખ્યા.સો વર્ષો પણ ઓછા પડશે.બધું પ્રત્યક્ષ ન પણ હોય,અપ્રત્યક્ષ પણ ઘણું હોય,ઘણા એવો પ્રશ્ન પણ ઉઠાવે છે કે મેઘાણીએ રામાયણ વિશે કેમ નથી લખ્યું! એવી ફરિયાદની સામે બાપુએ આ વાત કહીને જણાવ્યું કે ખાલી બે જ લીટી-પારણે પોઢીસાંભળી જેણે રામ લખમણની વાત રે..શિવાજીના આ હાલરડાંમાં રામાયણ આવી ગયું છે. મેઘાણીને ચાંદ બહુ વહાલો છે.એ ચંદ્ર પક્ષી છે કારણ કે એના નામમાં ચંદ છે. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! ભુજનું દેપલા ગામ.એક હાથ ઠૂંઠો,એક હાથે બંદૂક સાથે ભેરૂઓ અને ભાઈબંધો સાથે એક માણસ આવે છે.એના ભાઈબંધની પત્નીને એક જ્ઞાતિનો યુવાન ઉપાડી ગયો છે.ગામની નાકાબંધી કરીને પાદરમાં પૂછે છે કે આ ગામમાં જ્યાં એ માણસ છે એને લાવો.આનું નામ છે નામોરી.એ નામોરીની પણ એક કથા છે કે એક વખત ચોરીના ઇરાદે એક ઘર ફોડે છે.દીવો સળગતો હોય છે અને મા-દીકરી સુતેલા હોય છે.દીવાને હાથ અડતા એક હાથ દીવા ઉપર પડે છે,અંધારું થાય છે અને બીજો હાથ પાસે સૂતેલી દીકરીના વક્ષસ્થળ પર ભૂલથી અડી જાય છે દીવો તો ઓલાય છે પણ એનો આત્મા જાગી ગયો! અને દીકરી પાસે માફી માંગી અને પોતાની પાસેથી કટારી કાઢી અને પોતે જ પોતાનો એ હાથ કાપી નાખ્યો.અને કહ્યું કે હું ઘર ભાંગવા આવેલો પણ બેન દીકરીને મારો હાથ સ્પર્શ કરે એ સહન ન થઈ શકે.એ પછી અપહરણકાર પકડાય છે અને એ પાપી ત્રણ વખત કરગરી અને કહે છે કે હું તારી ગા(ગાય)છું. નામોરીના સાથી કહે છે કે એને મારી નાખવો જોઈએ પણ નામોરી કહે છે કે હવે એને મરાય નહીં. આવા રત્નો મેઘાણીએ શોધ્યા છે. મેઘાણીજી બહારવટાનાં ત્રણ સ્પષ્ટ કારણ બતાવે છે ભૂમિ પતિઓનાં ત્રાસને કારણે બહારવટા સર્જાય છે, વ્યાજખોરોનાં ત્રાસને કારણે અને પોતાના પાપને લીધે પણ બહારવટિયા પેદા થાય છે. એ વખતે ઘણા શિષ્ટ સાહિત્યકારોએ લોકસાહિત્યને હલકું ગણેલું.એક વખત અસ્મિતા પર્વમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ કહેલું કે:ઘણા શિષ્ટસાહિત્યકારોને ધૂળની એલર્જી છે.ઘણા સમય સુધી લોકસાહિત્ય તરફની આ એલર્જી દેખાયેલી છે. બાપુએ વિનય કર્યો કે યુવાનો! ગાતાં થાવ અને અભ્યાસક્રમમાં ન હોય તો પણ શાળાઓ પોતાની રીતે પાંચ-પંદર દિવસે પોતાની શાળામાં મેઘાણીની રચનાઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરે. ક્ષત્રિય કોને કહેવાય એવું જણાવતા કહ્યું કે જેનામાં શૂરવીરતા,દક્ષતા,તપ,તેજ,દુશ્મનની સામે પીઠ ન કરે એવું ઝનૂન,યુદ્ધ કળા,શાસન કરવાની તાકાત-આ બધા ક્ષત્રિયના સ્વભાવિક ધર્મ છે. અહીં તુલસીનું અખબાર એટલે એતબાર પત્ર.એનો સાર એડિટોરિયલ લેખ એટલે રામનું નામ છે. પીએચડીનો પોતિકો અર્થ જણાવતા બાપુએ કહ્યું કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર-હું પીએચડી છું. મારા સુખનો અધિકાર કોઈ છીનવી ના શકે.રામકથા જ મારું સુખ છે અને હું સતત શું કામ કથા કરું છું?નીજ સુખને બે હાથે વહેંચી રહ્યો છું કારણ કે કથા મારું સુખ છે. પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે દેહસેવા,દેવસેવા દેશસેવા,દિલસેવા અને દીન દુખીઓની સેવા કરજો. મનને મંત્ર માનો.મતિ એટલે બુદ્ધિને પાર્વતી માનો. ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો જેથી એનો ગર્વ નહીં પણ ગૌરવ થાય અને આપણી સાથે જગતનું પણ કલ્યાણ થાય ભરદ્વાજની સામે શિવકથાનું આરંભ કરતા યાજ્ઞવલ્ક્યએ સતી અને શિવ કુંભજના આશ્રમમાં કથા સાંભળવા જાય છે.જ્યાં કુંભજને જોઈને સતીને શંકા થાય છે.એનું


