કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ઝૂમાં બિહારથી ‘ઇલેક્શન’ નામના માદા ગેંડાને લાવવામાં આવી છે. તેની સામે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 6 સિંહને બિહારના 2 ઝૂમાં મોકલવામાં આવ્યા છે.જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કેવડિયા માટે પ્રાણીઓ બીજા રાજ્યમાં ગયા. પણ ખુદ સક્કરબાગ ઝૂમાં છેલ્લે બાયસન એટલે કે જંગલી ભેંસ અને હિપોપોટેમસનું બચ્ચું આવ્યું હતું. એ પહેલાં તો સક્કરબાગથી સિંહ જેવા પ્રાણીના બદલામાં બેંગલુરુથી જંગલી કૂતરા આવ્યા હતા. ટૂંકમાં, કિંમતી અને આકર્ષક પ્રાણીઓના મામલે સક્કરબાગ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં રહ્યું છે.ભારતમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બધાજ ઝૂ એકબીજાને પ્રાણીની આપ લે કરે છે. કેવડિયામાં આ અગાઉ પણ મુંબઇથી ઝીબ્રાના બદલામાં જે પ્રાણી અપાયા એ સક્કરબાગથી જ ગયા હતા. જોકે, કેવડિયા ઝૂ નવું હોઇ ત્યાં આપવા જેવું કશું ન હોવાથી અને રાજ્ય સરકાર પાસે સક્કરબાગનો વિકલ્પ ન હોવાથી આમ થઇ રહ્યું છે. જોકે, આ બધામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી જરૂરી હોય છે.જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કેવડિયા માટે પ્રાણીઓ બીજા રાજ્યમાં ગયા. પણ ખુદ સક્કરબાગ ઝૂમાં છેલ્લે બાયસન એટલે કે જંગલી ભેંસ અને હિપોપોટેમસનું બચ્ચું આવ્યું હતું. એ પહેલાં તો સક્કરબાગથી સિંહ જેવા પ્રાણીના બદલામાં બેંગલુરુથી જંગલી કૂતરા આવ્યા હતા. ટૂંકમાં, કિંમતી અને આકર્ષક પ્રાણીઓના મામલે સક્કરબાગ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં રહ્યું છે.
એનિમલ એક્સચેન્જ: ગુજરાતે 6 સિંહ આપી બિહાર પાસેથી 1 ગેંડો લીધો; જૂનાગઢના સક્કરબાગ ઝૂના સિંહ મોકલાયા…
Date: