Wednesday, March 11, 2026
HomeGujaratગુજરાતના શિક્ષણ પર વધુ એક કલંક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.COM ની પરીક્ષાનું પેપર...

ગુજરાતના શિક્ષણ પર વધુ એક કલંક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

રાજકોટ :રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યા નો આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ કર્યો છે. સેમેસ્ટર-3 નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પેપર વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ ‘લવલી યાર’ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર લીકની આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ ફરિયાદી બન્યા છે.

‘લવલી યાર’ વોટ્સએપ ગ્રૂપમા આવ્યું પેપર
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ વિવિધ પરીક્ષાઓના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. જેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ હવે રાજકોટના 58 હજાર વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દે તેવી ચકચાર ઘટના બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM નું પેપર ફૂટ્યુ છે. આ પેપર ‘લવલી યાર’ નામના વોટ્સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. સાથે જ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. 

આપ પાર્ટીએ કર્યો હતો ધડાકો
ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા ‘લવલી યારો’ ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પેપર ફૂટયું જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર લીક કાંડનો ગઈકાલે ધડાકો કર્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે,  ઇકોનોમિક્સનું B. COM સેમેસ્ટર 3નું પેપર વોટ્સ અપમાં લીક થયુ હતું. સવારે 10 વાગ્યાનો પેપરનો સમય હતો, અને 9 વાગ્યે પેપર લીક થયુ હતું. 

પેપર લીકની ઘટના સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ફરિયાદ નોંધાવવા માટે યુનિ.પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. જોકે, સવાલ એ છે કે, શું ગુજરાતનું શિક્ષણ તંત્ર ખાડે ગયું છે? શું ગુજરાતના વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે? જો આવુ ને આવુ થતુ રહેશે, પેપર લીક થતા રહેશે અને પરીક્ષા રદ થઈને ફરીથી લેવાશે તો વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટીનો પણ સમય બગડશે. 

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here