મુંબઈ. જો તમે તમારી દીકરીના ભવિષ્ય અંગે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારો વિકલ્પ છે. ભવિષ્યમાં વધતા ખર્ચોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે. અત્યારથી જ દીકરીના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે પ્લાનિંગ કરશો તો સારું રહેશે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભારત સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જોકે, સામાન્ય લોકોને તેની સાથે જોડવા માટે મોદી સરકારે તેમાં મહત્ત્વના ફેરફાર કર્યાં છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર દીકરીની ઉંમર 21 વર્ષની થવા પર તેણી લાખોપતિ બની શકે છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો આ યોજનામાં આવેલા ફેરફાર વિશે જાણી લેવું જરૂરી છે.
1) પહેલાના નિયમ પ્રમાણે તમે જો વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા એકાઉન્ટમાં જમા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.
2) અત્યારસુધી દીકરી 10 વર્ષની થાય ત્યારબાદ એકાઉન્ટ ઑપરેટ કરી શકતી હતી. પરંતુ હવે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે.
3) પહેલા બે દીકરીઓના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ ટેક્સમાં છૂટ મળતી હતી. પરંતુ હવે ત્રીજી દીકરીના જન્મ અને તેના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ છૂટ મળશે. જો જોડિયા બહેનો જન્મે છે તો તેના માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.4) સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાને પહેલા દીકરીના નિધન બંધ કરી શકાતું હતું. જોકે, હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે તો પણ ખાતું બંધ કરાવી શકાય છે. હાલ જો ગાર્ડિયનનું નિધન થાય તો પણ ખાતું મેચ્યુરિટી પહેલા બંધ કરાવી શકાય છે.