
ભારતની સૌથી ઝડપથી વિકસતી નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એક્સિસ ફાયનાન્સ લિમિટેડ (એએફએલ)એ આજે અક્ષય તૃતીયાના શુભ અવસરે એક્સિસ ફાયનાન્સ દિશા હોમ લોન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ) અને ઓછી આવક ધરાવતા જૂથ (એલઆઇજી) સેગમેન્ટના મહત્વાકાંક્ષી ઘર ખરીદનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવાનો છે.દિશા હોમ લોન્સનો હેતુ, લોનની સમગ્ર મુદ્દત દરમિયાન સરળ અનુભવ પૂરો પાડી વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં કસ્ટમાઈઝ્ડ હોમ લોન સોલ્યુશન્સ પ્રદાન કરવાનો છે, જે પ્રતિભાશાળી કર્મચારીઓ અને ઝડપી તંત્રની મદદથી ઝડપી અમલીકરણ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.આ પ્રોડક્ટ વિવિધ ક્ષેત્રે રોજગારી કરતાં લોકોને આવરી લે છે, જેમાં નોકરીયાત (નિવાસી અને એનઆરઆઈ) અને સેલ્ફ-એમ્પલોઈડ ગ્રાહકોનો સમાવેશ થાય છે. તે એવી વ્યક્તિઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે જેમની પાસે આવકના ઔપચારિક, અર્ધ-ઔપચારિક અથવા અનૌપચારિક દસ્તાવેજો છે અને જેઓ નાણાકીય સહાયની શોધમાં છે. આ લોન તૈયાર/અંડર-કન્સ્ટ્રક્શન/રિસેલ પ્રોપર્ટી, પ્લોટ + કન્સ્ટ્રક્શન, સેલ્ફ-કન્સ્ટ્રક્શન, હોમ રિનોવેશન/એક્સ્ટેન્શન અને વધુની ખરીદી માટે મેળવી શકાય છે.લોન્ચિંગ પ્રસંગે એક્સિસ ફાયનાન્સના એમડી અને સીઇઓ સાઇ ગિરિધરે જણાવ્યું હતું કે, “અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ‘એક્સિસ ફાયનાન્સ દિશા હોમ લોન્સ’નું લોન્ચિંગ, ઘરની માલિકીને વધુ સરળ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રોડક્ટનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓ માટે આર્થિક તફાવતને દૂર કરી ઘરની માલિકીના તેમના સ્વપ્નને સાકાર કરીને તેમને સશક્ત બનાવવાનો છે. આ પહેલ આ સેગમેન્ટમાં હાઉસિંગ ફાયનાન્સ સુધી લોકોની પહોંચ વધારવાના સરકારના અવિરત પ્રયત્નોને અનુરૂપ છે. દિશા હોમ લોન્સ વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્યાંક ગ્રાહકોની જરૂરિયાત મુજબના ઉકેલો ઉપલબ્ધ બનાવવાની સાથે સાથે જ અમારી કામગીરીમાં શ્રેષ્ઠ સેવા અને પારદર્શકતા પ્રદાન કરવાનું છે. આપણે દેશભરના જુદાં જુદાં બજારોમાં પ્રવેશ કરી રહ્યાં છીએ ત્યારે ટેકનોલોજી અને ડેટા સાયન્સ એ આપણી કરોડરજ્જુ બની રહેશે. કોઈપણ પ્રકારની અસુવિધા વગર હાઉસિંગ ફાયનાન્સની સગવડ પૂરી પાડવા પર અમારું ધ્યાન કેન્દ્રીત રહશે. “અગાથી જ કાર્યરત સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ, ટેકનોલોજી, પ્રતિભા, અન્ડરરાઇટિંગ ક્ષમતાઓ અને મજબૂત વિતરણ સાથે એક્સિસ ફાયનાન્સ સુરક્ષિત મોર્ગેજ ઉત્પાદનોમાં દિર્ઘકાલીન અને સફળ હાજરી ધરાવે છે.