
ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી (BIMTECH) એ “ઈન્ડિયા સ્ટડી પ્રોગ્રામ 2025” નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઇમર્સિવ પ્રોગ્રામે ઓસ્ટ્રિયાના FH Vorarlbergના વિદ્યાર્થીઓને ટકાઉપણું, વિવિધતા અને નેતૃત્વ પર જ્ઞાનસભર ચર્ચાઓમાં ભાગ લેવાની સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રની ખોજ કરવાની અનોખી તક પૂરી પાડી હતી. 10 દિવસના આ કાર્યક્રમમાં બીમટેકના ખૂબ જ અનુભવી ફેકલ્ટી સાથે ઇન્ટરેક્ટિવ સેશન્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નવી દિલ્હીના વસંત વિહારમાં અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્ક (એબીપી), પ્રોત્સાહન ખાતે લિંગ અને બાળ વિકાસ પહેલ અને આગ્રાનો કિલ્લો તથા તાજમહેલના ઐતિહાસિક પ્રવાસ સહિત મહત્વપૂર્ણ સ્થળોની ફિલ્ડ વિઝિટ્સ યોજાઈ હતી. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભારતના વારસા, ટકાઉપણાના પડકારો અને કોર્પોરેટ ઇકોસિસ્ટમની ઊંડી સમજ પૂરી પાડવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો હતો.વિચારપ્રેરક શૈક્ષણિક સત્રોમાં ટકાઉ વ્યવસાય પદ્ધતિઓ, સર્વાંગી સુખાકારીમાં આયુર્વેદની ભૂમિકા અને પર્યાવરણીય પડકારોની અસર જેવા વિષયો પર ગહન લેક્ચર્સ સમાવિષ્ટ હતા. ધ્યાન, યોગ સેશન્સ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત જેવા વ્યવહારુ અનુભવોએ શીખવાની યાત્રાને સમૃદ્ધ બનાવી હતી. આ અનુભવની સફળતા અંગે બીમટેકના ડિરેક્ટર ડો. પ્રવીણા રાજીબે જણાવ્યું હતું કે, “ઈન્ડિયા સ્ટડી પ્રોગ્રામ 2025 સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને બૌદ્ધિક સંવાદની એક નોંધપાત્ર સફર રહી છે. આ પહેલ દ્વારા, અમારા મહેમાનોને માત્ર શૈક્ષણિક આંતરદ્રષ્ટિ જ નહીં પરંતુ ભારતની જીવંત પરંપરાઓ અને ટકાઉપણું તથા વિકાસમાં પ્રગતિશીલ પગલાંને પ્રત્યક્ષપણે જાણવા પણ મળ્યા છે. આવી પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સર્વોપરી છે જે તેમને વૈશ્વિકરણવાળા વ્યવસાયિક માહોલમાં વિવિધ ટીમોનું નેતૃત્વ અને સંચાલન કરવા માટે તૈયાર કરે છે. અમને વૈશ્વિક સ્તરે જોડાયેલી સંસ્થા હોવાનો ગર્વ છે જે સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારે છે.” વોરર્લબર્ગ યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સિસના બે ફેકલ્ટી મેમ્બર્સ અને 14 વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે SCORE Livelihood Foundation interventionsની લીધેલી મુલાકાત આ પ્રોગ્રામનું મુખ્ય આકર્ષણ હતી. આ અનોખા અનુભવે તેમને આંતર-સાંસ્કૃતિક ચર્ચાઓમાં જોડાવાની, સ્થાનિક સમુદાયો સાથે નજીકથી વાર્તાલાપ કરવાની અને ટકાઉ વિકાસ, ખાસ કરીને પાણી, કૃષિ, બાગાયત અને વનીકરણમાં પડકારો તથા શ્રેષ્ઠ પ્રથાઓ સમજવાની તક પૂરી પાડી હતી.તેમની મુલાકાતના ભાગરૂપે, વિદ્યાર્થીઓ બાબિયામાં ખજારહા ગામ અને બડાગાંવ બ્લોકના ઘુઘવા ગામમાં ફર્યા હતા. સાથે સાથે તેમણે ક્લાઇમેટ એન્ડ એપ્લાઇડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, RISE-Jhansi Incubation Centre અને લક્ષ્ય કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જેવી મુખ્ય સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી. તેમની સાંસ્કૃતિક સમજને વધુ ગાઢ બનાવવા માટે, વિદ્યાર્થીઓએ ભારતીય પરિવારો સાથે જોડીમાં એક રાત રોકાયા હતા અને આ રીતે તેમણે સ્થાનિક પરંપરાઓ અને જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. છેલ્લા સેશનમાં ચિંતન અને પ્રતિભાવ ચર્ચા યોજાઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના અનુભવો રજૂ કર્યા હતા, જેમાં આ મુલાકાતે ભારતના સામાજિક માળખા અને વિકસિત અર્થશાસ્ત્ર વિશેની તેમની સમજને કેવી રીતે વધુ ગાઢ બનાવી તે દર્શાવ્યું હતું. બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ વિકાસ કાર્યક્રમો પરની સામૂહિક ચર્ચામાં ભાગ લીધો હતો અને સ્વીકાર્યું હતું કે SDGs (ટકાઉ વિકાસ કાર્યક્રમો) હાંસલ કરવા અને આબોહવા પરિવર્તનને ધીમું કરવા માટે વિકસિત, વિકાસશીલ અને અવિકસિત દેશો દ્વારા વિવિધ સ્કેલ અને સંસાધનો પર વૈશ્વિક સહયોગની જરૂર છે. આ આ કાર્યક્રમ દિલ્હી હાટની મુલાકાત સાથે પૂર્ણ થયો, જ્યાં વિદ્યાર્થીઓએ ભારતની વિવિધ હસ્તકલા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ જાણી હતી. તેના સ્થાપકો સ્વ. બસંત કુમાર બિરલા અને સરલા બિરલાથી પ્રેરિત થઈને, બીમટેકે પીજીડીએમ, પીજીડીએમ-ઇન્ટરનેશનલ બિઝનેસ (આઈબી), પીજીડીએમ-રિટેલ મેનેજમેન્ટ (આરએમ) અને પીજીડીએમ-ઇન્શ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ (આઈબીએમ) જેવા ઇનોવેટિવ પ્રોગ્રામ્સની શરૂઆત કરી હતી, જે વ્યક્તિને ગ્લોબલ લીડર બનાવવા માટે તેનું જતન કરે છે. ઉપરાંત, બીમટેક હવે AACSB દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે તેને ટોચની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બી-સ્કૂલ્સની પ્રતિષ્ઠિત લીગમાં જોડે છે. સહજીવન સંબંધને પ્રોત્સાહન આપતા, સંસ્થા મેનેજમેન્ટ શિક્ષણમાં શ્રેષ્ઠતા ધરાવે છે, જેને તેના 8,000થી વધુ વ્યક્તિઓના વૈશ્વિક સ્તરે સ્થિત મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કનું સમર્થન છે.