આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઇ વસ્તુઓ સસ્તી થઇ છે અને કઇ વસ્તુઓના મોંઘી બની છે.
શું થયું સસ્તું :
મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી,LED અને LCD ટીવી, કેન્સર જેવી ગંભીર દવાઓ,,EV કાર,કપડાનો સામાન,મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, 82 સામાન પરથી સેસ દૂર કરવામાં આવ્યો , લેધર જેકેટ, જૂતાં, બૂટ, પર્સ, હેન્ડલૂમ કપડાં