Thursday, February 27, 2025
HomeGujaratભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી 90 ટકા ચાંદી નકલી નીકળી.....

ભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી 90 ટકા ચાંદી નકલી નીકળી…..

Date:

spot_img

Related stories

એરટેલ-એપલની ભાગીદારી: એપલ ટીવી+ અને એપલ મ્યુઝિક પર ખાસ...

ભારતી એરટેલ અને એપલ વચ્ચે નવી સ્ટ્રેટેજિક ભાગીદારી થઇ...

ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ...

ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની...

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ...

પેટા - હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર...

યુજીઈટી 2025 માટે કોમેડકે અને યુનિ-ગેજ 2025 પ્રવેશ પરીક્ષા...

છેલ્લા પાંચ દાયકાઓમાં કર્ણાટકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી...

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...
spot_img

અંબાજી :બનાસકાંઠામાં મા અંબાના ધામમાં પૂજાપાના વેપારીઓ ભક્તોને ચુનો ચોપડા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી ચઢાવલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની 113 કીલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી કરી નિકાલ કરશે.યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બાધા-આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો, નેત્ર, માતાજીના પગલા ખરીદી માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. પરંતુ તે નકલી ચાંદીથી બનેલ હોવાનું સામે આવ્યું છે. ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કિલો અને વર્ષ 2021માં ભંડારમાં 113 કિલો ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. 15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા. ભંડારમાં છૂટક દાન ભેટ નાંખવામાં આવે છે, તેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા કર્મીઓની ઉપસ્થતિમાં 80 જેટલા કર્મચારીઓ દ્વારા આ ભંડારાની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગત મેળાની આવક કરતા ચાલુ વર્ષે આવકમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગત ભાદરવી પૂનમના મેળામાં દાન-ભેટની આવક 1.56 કરોડ થઈ હતી. જોકે, મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા હોવાનું સામે આવ્યુ છે. ભક્તો ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે, જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. અંબાજી મંદિરમાં હાલ 60 થી 70 લાખ રૂપિયાની પરચૂરણનો ભરાવો થયો છે. મંદિર ટ્રસ્ટે પરચુરણની જરૂરીયાતવાળા લોકોને ઘર બેઠા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે. યાત્રાધામ અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે 7 દિવસના મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે. પણ ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ મેળો બંધ રખાયો હતો. પણ બાધા આખડી પૂરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. 

એરટેલ-એપલની ભાગીદારી: એપલ ટીવી+ અને એપલ મ્યુઝિક પર ખાસ...

ભારતી એરટેલ અને એપલ વચ્ચે નવી સ્ટ્રેટેજિક ભાગીદારી થઇ...

ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ...

ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની...

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ...

પેટા - હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર...

યુજીઈટી 2025 માટે કોમેડકે અને યુનિ-ગેજ 2025 પ્રવેશ પરીક્ષા...

છેલ્લા પાંચ દાયકાઓમાં કર્ણાટકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી...

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here