Saturday, May 18, 2024
HomeGujaratMission 2022 : ભાજપે શરૂ કરી તૈયારીઓ, PM નરેન્દ્ર મોદીના ભરોસે જીતનો...

Mission 2022 : ભાજપે શરૂ કરી તૈયારીઓ, PM નરેન્દ્ર મોદીના ભરોસે જીતનો ભાજપને વિશ્વાસ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગાંધીનગર:  2022ની વિધાનસભા ચૂંટણી ઓ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલ ની પહેલી પ્રદેશ કારોબારી વર્ચ્યુઅલી યોજાઈ હતી. કારોબારીમાં ચૂંટણીલક્ષી તૈયારી સાથે કેન્દ્ર-રાજ્ય સરકાર ની કામગીરીને બિરદાવવામાં આવી હતી. કારોબારીમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિઓની રચના ઓગસ્ટ સુધી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી અને કહ્યું હતું કે કાર્યકરો અને પેજસમિતિઓ ભાજપ ની જીત માટે પાયો બનશે. તેમણે કોરોનાકાળ માં પ્રધાનમંત્રી મોદી એ લીધેલા નિર્ણયો અને ઓક્સિજન ના પુરવઠા માટેની વ્યવસ્થા માટે આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ની દૂરંદેશીના કારણે ભારતમાં કોરોનાથી જાનહાની ઘટી અને લોકોને મદદ પહોંચી શકી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય ઠરાવ રજૂ કરતા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાકાળની કામગીરીની વાત કરી અને આ કપરાકાળમાં પણ ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે રહ્યા તેની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી એ પોતાના સંબોધનમાં આક્રમકતાથી રાજ્ય સરકારના નિર્ણયો અને સંગઠન સાથેના સંકલન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે હંમેશા કમિટમેન્ટ પાળ્યા છે. પછી એ રામ મંદિર હોય કે કલમ 370. કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીની સમય સુચકતા અને નિર્ણયોના કારણે જનતાનો ભરોસો વધ્યો છે.ભાજપ વોટબેન્કની નહીં પણ રાષ્ટ્ર હિતની વાત કરે છે અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે. આ જ ભરોસો વર્ષ 2022માં પણ ભાજપને લાભ કરાવશે. તેમણે કોંગ્રેસઅને આપ પર પણ નિશાન સાધ્યું હતું. વિરોધીને જડબાતોડ જવાબ આપવા માટે ભાજપના કાર્યકરોને આહવાન કર્યું હતું. ગુજરાત મોડલની ચર્ચાના કારણે જ દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકાર બની છે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ પહેલી કારોબારી હતી જે વર્ચ્યુઅલી મળી હતી. સામાન્ય રીતે 2 દિવસ સુધી મળતી કારોબારી અડધા દિવસ માટે મળી હતી. જેમાં ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી દિલ્હીથી જોડાયા હતા. આ કારોબારીની શરૂઆતમાં જ કોરોનાકાળમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા રસીકરણના લક્ષ્યાંક સાથે ભાજપના કાર્યકરો લોકો વચ્ચે જશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here