Saturday, October 17, 2026
HomeGujaratરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ: મને 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ: મને 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે જેમાંથી પોણા 3 લાખ રૂપિયા તો ટેક્ષના કપાઈ જાય છે.

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના પૈતૃક ગામ પરોખ ખાતે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મને 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે જેમાંથી પોણા 3 લાખ રૂપિયા તો ટેક્ષના કપાઈ જાય છે. અમારાથી વધારે બચત તો એક શિક્ષકની હોય છે. જોકે બાદમાં તેમણે કહ્યું કે, તેમણે આ જે વાત કરી તેનો અર્થ એવો થાય છે કે, આ જે ટેક્ષ આપણે ભરીએ છીએ તેનાથી જ તો વિકાસ કાર્ય થાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ વાત બધા જાણે જ છે માટે હું કહી શકું કે રાષ્ટ્રપતિ દેશમાં સૌથી વધારે વેતન મેળવનાર કર્મચારી છે. પરંતુ તે ટેક્ષ પણ તો ચુકવે છે. અમે 2.75 લાખ રૂપિયા પ્રતિ માસ ટેક્ષ ભરીએ છીએ. પરંતુ જે મળે છે તેની બધા લોકો ચર્ચા કરે છે. પરંતુ તેમાંથી દર મહિને 2.75 લાખ રૂપિયા નીકળી જાય છે. બચ્યા કેટલા? જેટલા બચ્યા તેનાથી વધારે તો આપણા અધિકારીઓને મળે છે. આ જે શિક્ષકો બેઠેલા છે તેમને સૌથી વધારે મળે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે જણાવ્યું કે, ગામના એક સામાન્ય બાળક તરીકે તેમણે કદી વિચાર્યું પણ નહોતું કે તેઓ દેશના સર્વોચ્ય પદ પર બિરાજશે. કાનપુર દેહાત જિલ્લામાં આવેલા પોતાના જન્મ સ્થળ પરૌંખ ગામમાં સભાને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું કે, ‘એક સામાન્ય બાળક તરીકે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને દેશના સર્વોચ્ય પદ પર આસીન થવાનું સન્માન મળશે, પરંતુ આપણી લોકશાહી વ્યવસ્થાએ તેને સાકાર કરીને બતાવ્યું.’સમારંભમાં આવેલા લોકો સાથે ભાવનાત્મક સંબંધ જોડતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, ‘હું ગમે ત્યાં રહું, ગામની માટીની સુવાસ અને મારા ગામના લોકોની યાદો હંમેશા મારા દિલમાં વસેલી રહેશે. પરૌંખ ગામ, મારી માતૃભૂમિ છે જ્યાંથી મને દેશસેવા કરવાની પ્રેરણા મળતી રહી છે. જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે.’રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘માતૃભૂમિની આ પ્રેરણાએ જ મને ઉચ્ચ ન્યાયાલયથી ઉચ્ચતમ ન્યાયાલય, ઉચ્ચતમ ન્યાયાલયથી રાજ્ય સભા, રાજ્ય સભાથી રાજભવન અને રાજભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડ્યો છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે સવારે કાનપુર દેહાત જિલ્લાના પરૌંખ ગામ ખાતે આવેલા પોતાના જન્મ સ્થળે પહોંચ્યા હતા જ્યાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here