શિયાળાની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે. કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે, તેટલું જ જરૂરી શિયાળામાં શરીરને અંદરથી પણ ગરમ રાખવું છે. જેના માટે તમારે એક યોગ્ય ખોરાક ની ટેવ પાડવી જરૂરી છે. ઠંડીઓમાં સૌથી ફાયદાકારક ફળ છે પપૈયું. પપૈયાના અસંખ્ય ફાયદા છે અને મુખ્ય ફાયદાઓ પૈકી એક છે ઠંડી સામે રક્ષણ.આયુર્વેદિક ડૉક્ટર ડૉ. દિક્ષા ભાવસાર એ તેમના ઇન્સ્ટાગ્રામ પર પપૈયાના પૌષ્ટિક ફાયદાઓ વિશે એક પોસ્ટ શેર કરી છે. ડૉ. ભાવસાર કહે છે કે, પપૈયા એક એવું ફળ છે જે શિયાળા માટે શ્રેષ્ઠ છે કારણ કે તે શરીરની ગરમી વધારે છે અને સ્વાદમાં પણ મીઠું હોય છે. જે આપણને શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે.અનેક ગુણોનો ખજાનો છે પપૈયા- ડૉ. ભાવસારે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં પપૈયાના ફાયદાઓ વિશે જણાવતા લખ્યું છે કે, પપૈયું શક્તિથી ભરપૂર છે અને વાત અને કફને અસરકારક રીતે સંતુલિત રાખવા સક્ષમ છે.પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ્સ (બીટા કેરોટીન) પણ વધુ માત્રામાં હોય છે, આ સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન અને વિટામીન C, E અને A જેવા ખનિજોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. તેમાં પ્રચૂર માત્રામાં ફાઈબર પણ મળી રહે છે જે કબજિયાતવાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે.પપૈયું શરીરના ડિટોક્સિફીકેશન માટે શ્રેષ્ઠ ફળ છે. ઉપરાંત તમારા લીવરના સ્વાસ્થ્ય માટે પણ પપૈયાનું સેવન ફાયદાકારક છે. પપૈયામાં પ્રચૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે. આ ઉપરાંત વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સથી પણ ભરપૂર હોય છે. પપૈયામાં રહેલા આ ચમત્કારિક ગુણોના કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને હ્યદય માટે શ્રેષ્ઠ ફળ છે. પપૈયામાં રહેલા ડાઇટ્રી ફાઇબર્સ તેને પાચન સંબંધી સમસ્યાઓ માટે સૌથી વધુ ફાયદાકારક બનાવે છે.પપૈયાનાં સેવનથી પાચન તંત્ર પણ સક્રિય રહે છે. પપૈયામાં અને પાચક ઇન્ઝાઇમ્સ હોય છે. સાથે જ તેમાં અનેક ડાયટ્રી ફાઇબર્સ હોવાથી પાનચક્રિયા સ્વસ્થ રહે છે. પપૈયાની તાસીર ગરમ હોવાથી ઠંડીઓમાં કફ અને શરદીથી બચાવી શરીરને અંદરથી ગરમ રાખે છે.
જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુઃખાવાની સમસ્યા રહે છે, તેમને પપૈયાનું સેવન કરવું જોઇએ. પપૈયાના સેવનથી પીરિયડ્સ સાયકલ નિયમિત રહે છે અને દુઃખાવામાં પણ રાહત મળે છે. સોજાની સમસ્યાને ઓછી કરે છે.