નવી દિલ્હી : ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે છેલ્લા 100 કિલોમીટરનો પ્રવાસ એકલા હાથે કરવો પડશે. તેણે પોતાના એન્જીન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ઝડપ ધીમી કરવી પડે છે. તેમજ ઉંચાઈ પણ ઘટાડવી પડશે. આજ રોજ બપોરે વિક્રમ લેન્ડર તેના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે. ISRO એ ટ્વીટ કરી લખ્યું હતું, “ચંદ્રયાન-3 મિશન: ‘સફર માટે આભાર, દોસ્ત! લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલ થી અલગ થઈ ગયું છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણું ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.સરળ ભાષામાં, ચંદ્રયાનની અંદર બેઠેલા ‘હીરો’ હવે આગળની સફર અલગ કરશે. આ લેન્ડરનું નામ વિક્રમ છે અને તેની અંદર પ્રજ્ઞાન છે. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન બહાર નીકળી જશે. દેશ અને દુનિયાની નજર તેના પર ટકેલી છે. ISRO 23 ઓગસ્ટ 2023ની સાંજે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
લેન્ડર વિક્રમ ચંદ્રયાન-3થી અલગ થયું, ભારતનું મૂન મિશન ચંદ્રની નજીક, 23 ઓગસ્ટે થશે લેન્ડ
Date: