અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર દ્વારા ક્લાસિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુરુજી શ્રી રસિકપ્રિતમ ગોસ્વામી દ્વારા કરાયું હતું કે જેઓ પખાવજ અંગે આજના યુવા વર્ગને વધુ સમાજ આપવા માંગે છે. આયોજિત કાર્યક્રમમાં ધારા મહેતા દ્વારા કથક પ્રોગ્રામ “મંગલાચરણ” પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા બધાઈ ગાન પરફોર્મ કર્યું અને દેવર્ષિ શ્રી હેમંત ભટ્ટ પખાવજ પરફોર્મ કર્યું હતું.આ સાથે ડૉ. અંકિત પરીખ દ્વારા પખાવજ વાદન પરફોર્મ કરાશે અને પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા હાર્મોનિયમ પણ પરફોર્મ કરાશે. આ સાથે વલ્લભકુળ બાલકસ & પંડિત દાળ ચંદ શર્મા (પખાવજ મેસ્ટ્રો)ની ઉપસ્થિતિમાં પખાવજ એપ લોન્ચ પણ કરાવી હતી. આ કાર્યક્રમમાં પખાવજ અને તાનપૂરા પર પરફોર્મ કરવામાં આવ્યું હતું. આશરે 500 થી વધુ કલાસિકલ સંગીત રસિકો આ કાર્યક્રમ નિહાળ્યો હતો.ડિજિટલ યુગમાં પખાવજના પ્રસાર માટે ડિજિટલ એપ્લિકેશન ના નિર્માણનો વિચાર અમદાવાદ સ્થિત વલ્લભ સંપ્રદાયના વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીરસિકપ્રીતમજી ને આવ્યો. આ એપ્લિકેશન થી ભારતીય શસ્ત્રીય સંગીત કે ધ્રુપદ, ધમાર, વીણા અને અનેક વાદ્યો સાથે વાગવા વાળા જોર જાલા સાથે પખાવજની સંગત અને પુષ્ટિમાર્ગીય કીર્તન માં પ્રયોગ થવા વાળી અનેક તાલ અને ચલતી ના પ્રકાર નો પણ આમાં સમાવેશ છે, જેના થી રિયાઝ અને કિર્તન સેવા થઈ શકશે.આ એપ્લિકેશન માં મુખ્યત્વે પખાવાજની તાલોના અનેક ઠેકા અને 12 સૂરના સુંદર તાનપુરાના સ્વર નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ દ્વારા કોઈપણ સંગીત પ્રેમી અને વૈષ્ણવો ને પ્રભુની સેવામાં કીર્તનની સાથે પખાવજના મધુર અવાજનો આનંદ માણી શકશે.12મી જાન્યુઆરીએ આ એપ્લિકેશનનું ઉદ્ઘાટન અને લોંચ અમદાવાદ માં ચિનુભાઈ ચીમનભાઈ સભાગૃહ, એચ. કે. આર્ટસ કોલેજ, આશ્રમ રોડ માં કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આજ એપ્લિકેશન android અને iOS સ્ટોર પર પણ લાઈવ થઈ જશે અને ડાઉનલોડ માટે ઉપલબ્ધ રહેશે. આ એપ્લીકેશનના ડેવલોપર રાજકોટના મયુર બોસમિયા છે.