આજે એટલે કે 1 જાન્યુઆરી 2022થી ઘણા ફેરફાર થયા છે. આ ફેરફારની અસર તમારા જીવન પર પણ પડશે. આજથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને ફૂટવેર ખરીદવાનું મોંઘું થયું. તે ઉપરાંત આજથી 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 1 જાન્યુઆરીથી થતા 8 ફેરફાર વિશે જાણો.
1. ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થઈ જશે
RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે. બેંક તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. એમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક તેના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ને બદલે 21 રૂપિયા લઈ શકશે. એમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
2. કપડાં અને ફૂટવેર ખરીદવાનું મોંઘું થશે
1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પર 12% GST લાગશે. ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂટવેર પર 7% GST વધારી દીધો છે. એ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટોરિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે, એટલે કે ઓલા, ઉબેર જેવી એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘું થઈ જશે. જો કે ઓફલાઈન રીતે ઓટોરિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય. એને ટેક્સથી બહાર રાખવામાં આવ્યો છે.
3. 15થી 18 વર્ષનાં બાળકો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે
દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકો કોરોના વેક્સિન લઈ શકશે. એના માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે 10મા ધોરણના ID કાર્ડને પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.