- 250 રૂા. ચૂકવો એટલે ઓનલાઈન ડોક્યુમેન્ટ દેખાય
- પેમેન્ટ ઓનલાઈન પણ તોય રિસીપ્ટ બતાવવાની
- 1 રૂા.ની ઝેરોક્ષ માટે 250 ફરજિયાત આપવાના
લાઇસન્સ રિન્યૂઅલ કે અન્ય કોઇ પણ પ્રકારની કામગીરી માટે ઓનલાઇન પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ અરજદાર જ્યારે કચેરી પર પહોંચે ત્યારે તમારા ડોક્યુમેન્ટ દેખાતા નથી, બહાર જઇ અપલોડ કરાવી લાવો તેવું કહીને રોજના અનેક અરજદારોનાં ખિસ્સાં ખંખેરી લેવામાં આવે છે.
RTO કર્મચારી અને એજન્ટની મિલિભગત
ખુદ RTO કર્મચારી જ તમામ ડોક્યુમેન્ટ દેખાતા હોવા છતાં અરજદારને એજન્ટ પાસે મોકલે છે. એજન્ટને ઓફલાઇન રૂ.250નું ચૂકવણું થતાં અચાનક સ્ક્રીન પર અરજદારના તમામ ડોક્યુમેન્ટ દેખાવા લાગે છે. અરજદારના ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ ઓનલાઇન પેમેન્ટનો ઓપ્શન આવે છે અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ મળે છે. આ તમામ પ્રક્રિયા પછી ફરી એડિટ કરવાનો કોઇ વિકલ્પ ન હોવા છતાં અરજદારના કમ્પ્યૂટરની જાણકારીનો અભાવનો ગેરફાયદો લઇને અરજદારનાં રૂ.250 પ્રમાણે બેરોકટોક ખિસ્સાં હળવાં કરવામાં આવે છે.