Tuesday, January 7, 2025
HomenationalS-400 ડીલઃ ભારતની સામે USની ડિફેન્સ સિસ્ટમ બનશે સાવ કમજોર; ટ્રમ્પે આપી...

S-400 ડીલઃ ભારતની સામે USની ડિફેન્સ સિસ્ટમ બનશે સાવ કમજોર; ટ્રમ્પે આપી ચેતવણી

Date:

spot_img

Related stories

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

ઝી એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ એમ્બેસેડર હરભજન સિંઘ અને શોએબ અખ્તર...

ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર ​​હરભજન સિંઘ અને પાકિસ્તાનના લોકપ્રિય ફાસ્ટ...

હાર્ટેકે પાવર ગ્રીડ કોર્પોરેશન (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117...

હાર્ટેક ગ્રૂપના પાવર સિસ્ટમ બિઝનેસ યુનિટે ભારતની સૌથી મોટી...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક...

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ...

મહાદેવને જયજયકાર: થાંડેલ ના “નમો નમઃ શિવાય” ગીતનું અનાવરણ

યુવા સમ્રાટ નાગા ચૈતન્યના બહુપ્રતીક્ષિત પ્રેમ અને એક્શન એન્ટરટેઈનર...

HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ,...

સમગ્ર વિશ્વને કોરોના વાઇરસના ભરડામાં નાખનારા ચીનમાંથી હવે વધુ...
spot_img

ઓગસ્ટ-2017માં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખી કાટસા (Countering America’s Adversaries Through Sanctions Act – CAATSA)ને મંજૂરી આપી હતી.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રતિબંધની ચેતવણી છતાં ભારત અને રશિયા S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ પર સહમતિ કરવા માટે તૈયાર છે. પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ અમેરિકા કાટસા પ્રતિબંધ ( કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરિઝ થ્રૂ સેક્શન્સ – CAATSA) લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ જ પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે ચીને રશિયા પાસેથી ફાઇટર જેટ્સ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. S-400 મિસાઇલ સિસ્ટમ અમેરિકાના દંડાત્મક પ્રતિબંધના દાયરામાં છે. અમેરિકાએ ભારત સહિત પોતાના મિત્ર દેશોને રશિયા સાથે આ સિસ્ટમની લેવડ-દેવડને બંધ કરવાનું કહ્યું છે.

ત્રણ દેશો સાથે લેવડ-દેવડ પર પ્રતિબંધ

– અમેરિકાનું કહેવું છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીથી તેઓના કાટસા નિયમનું ઉલ્લંઘન થશે. અમેરિકાએ આ ઘરેલૂ કાયદા હેઠળ જો કોઇ દેશ ઇરાન, નોર્થ કોરિયા અથવા રશિયા સાથે મહત્વપૂર્ણ લેવડ-દેવડ રાખે છે તો તે અમેરિકન પ્રતિબંધોનો શિકાર બનશે.
– જો કે, એવા પણ સમાચાર છે કે, અમેરિકા તેમાં ભારતને રાહત આપી શકે છે. અહીં એ સમજવું જરૂરી છે કે, અમેરિકા રશિયાના આ મિસાઇલ સિસ્ટમને લઇને ચિંતામાં કેમ છે?

PAKના કોઇ પણ હુમલાને રોકવા S-400 છે સક્ષમ, શા માટે ચીન ચિંતામાં?

અમેરિકા નથી ઇચ્છતું કે આ ડીલ ના થાય

– ડિફેન્સ એક્સપર્ટ્સ અનુસાર, અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી આ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી ના કરે. યુએસની ચિંતા છે કે, S-400નો ઉપયોગ અમેરિકન ફાઇટર જેટ્સની સ્ટીલ્થ (ગુપ્ત) ક્ષમતાઓને ટેસ્ટ કરવા માટે કરવામાં આવે છે.
– એવું માનવામાં આવે છે કે, આ સિસ્ટમથી ભારતને અમેરિકન જેટ્સનો ડેટા મળી શકે છે. અમેરિકાને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, આ ડેટા રશિયા અથવા દુશ્મ દેશને લીક કરવામાં આવશે.

અમેરિકન ડિફેન્સ સિસ્ટમના ટ્રેક્સ વિશે મળી શકે છે જાણકારી

– ડિફેન્સ એક્સપર્ટ્સ અનુસાર, S-400 સિસ્ટમના ઉપયોગથી અમેરિકાના F-35sથી જોડાયેલા રડાર ટ્રેક્સની ઓળખ કરવામાં કરી શકાય છે. ઉપરાંત તેનાથી F-35 કોન્ફિગરેશન અંગે પણ જાણકારી મેળવી શકાય છે.
– એક માહિતી અનુસાર, F-35 લાઇટનિંગ 2 જેવા અમેરિકન એરક્રાફ્ટમાં સ્ટીલ્થના તમામ ફિચર્સ નથી. આ પ્રકારના પ્લેનને કંઇક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે આગળથી રડાર નેટવર્કમાં પકડાઇ ના શકે. પરંતુ સાઇડ અને પાછળથી આ એરક્રાફ્ટ સંપુર્ણ રીતે સ્ટીલ્થ નથી.
– S-400 સિસ્ટમના રડાર F-35ને ડિટેક્ટ અને ટ્રેક કરી શકે છે.

અમેરિકન સિસ્ટમ્સનું માર્કેટ કમજોર થઇ રહ્યું છે

– અમેરિકાની ચિંતા એ વાતને લઇને પણ છે કે, ભારત જ નહીં, અન્ય દેશો પણ એસ-400 સિસ્ટમને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
– એવામાં સ્પષ્ટ છે કે, અમેરિકાની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માર્કેટ શૅર્સ ગુમાવી રહ્યું છે. જો અનેક દેશોને એસ-400 મળે છે તો કોઇ પણ અમરિકન સિસ્ટમ તેની ટક્કર નહીં લઇ શકે.

ભારતનો ટ્રેક રેકોર્ડ અનુસાર અમેરિકાની ચિંતા વ્યર્થ

– અમેરિકાને ડર છે કે, ભારત તેની મદદથી અમેરિકન જેટ્સનો ડેટા એકઠો કરી શકે છે. સાથે જ એ પણ કે આ ડેટા રશિયા અથવા અન્ય દેશને લીક પણ કરી શકે છે.
– જો કે, સરકારી સૂત્રોનું માનવું છે કે, અમેરિકાની આ ચિંતા અકારણ છે. ભારતનો ટ્રેક રેકોર્ડ કોઇ અન્ય દેશની માફક નથી રહ્યો, જે એક દેશમા ટેક્નોલોજીને અન્ય દેશને ટ્રાન્સફર કરતો હોય.
– અમેરિકા જ નહીં, વિશ્વનો અન્ય કોઇ પણ દેશ આ પ્રકારના આરોપ લગાવી શકે નહીં.
– અમેરિકા છેલ્લાં દોઢ દાયકાથી ભારતને ડિફેન્સ સિસ્ટમ વેચી રહ્યું છે અને કોઇ પણ ટેક્નિકલ માહિતી અન્ય દેશ સુધી નથી પહોંચી.
– હકીકતમાં, રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલથી સમાન રૂપે મળેલા સૈન્ય ઉપકરણોએ ભારતીય સેના માટે મોટી ભૂમિકા ભજવી છે.

શું છે કાટસા કાયદો?

– અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કાટસા કાયદાને મંજૂરી આપી હતી.
– અમેરિકાએ રશિયાને આંતરારષ્ટ્રીય સ્તરે અમેરિકાના હિતો વિરૂદ્ધ કામ કરવાથી રોકવા માટે આ કાયદો (Countering America’s Adversaries Through Sanctions Act – CAATSA) તૈયાર કર્યો છે.
– ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ કાયદાને રશિયાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
– જેમાં 2014માં રશિયાની તરફથી યુક્રેન પર હુમલો કરીને ક્રિમિયા પર કબ્જો કરવો, સીરિયા ગૃહયુદ્ધમાં સામેલ થવા અને 2016ના અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં દખલ પણ સામેલ છે.

/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?
/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

ઝી એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ એમ્બેસેડર હરભજન સિંઘ અને શોએબ અખ્તર...

ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર ​​હરભજન સિંઘ અને પાકિસ્તાનના લોકપ્રિય ફાસ્ટ...

હાર્ટેકે પાવર ગ્રીડ કોર્પોરેશન (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117...

હાર્ટેક ગ્રૂપના પાવર સિસ્ટમ બિઝનેસ યુનિટે ભારતની સૌથી મોટી...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક...

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ...

મહાદેવને જયજયકાર: થાંડેલ ના “નમો નમઃ શિવાય” ગીતનું અનાવરણ

યુવા સમ્રાટ નાગા ચૈતન્યના બહુપ્રતીક્ષિત પ્રેમ અને એક્શન એન્ટરટેઈનર...

HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ,...

સમગ્ર વિશ્વને કોરોના વાઇરસના ભરડામાં નાખનારા ચીનમાંથી હવે વધુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here