Monday, September 14, 2026
HomeGujaratહાર્ટેકે પાવર ગ્રીડ કોર્પોરેશન (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117 કરોડનો ઓર્ડર મેળવ્યો

હાર્ટેકે પાવર ગ્રીડ કોર્પોરેશન (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117 કરોડનો ઓર્ડર મેળવ્યો

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...
પાવર ગ્રીડ

હાર્ટેક ગ્રૂપના પાવર સિસ્ટમ બિઝનેસ યુનિટે ભારતની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (પીજીસીઆઇએલ) પાસેથી ગુજરાતમાં રૂ. 117 કરોડનો પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટમાં 765 kV એઆઇએસ સબસ્ટેશનનું વિસ્તરણ તથા 400/220kV સબસ્ટેશનની કામગીરી સામેલ છે.આ સીમાચિહ્ન વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પાવર સોલ્યુશન સાથે ભારતના ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની તેમજ દેશની વધતી ઊર્જાની માગને પૂર્ણ કરવા માટે ટ્રાન્સમીશનની કાર્યક્ષમતા વધારવા અને રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરવાની હાર્ટેકની કટીબદ્ધતા દર્શાવે છે.આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં હાર્ટેક ગ્રૂપના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ સિમરપ્રિત સિંઘે કહ્યું હતું કે, “પીજીસીઆઇએલ પાસેથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રાપ્ત કરવો અમારા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે અને એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ (ઇએચવી) સેગમેન્ટમાં અમારું નેતૃત્વ દર્શાવે છે. આ જટિલ અને મોટાપાયે ટ્રાન્સમીશન સોલ્યુશન ડિલિવર કરવાની અમારી ક્ષમતા દર્શાવે છે, જે ભારતના ઉભરતાં ઊર્જા માળખા માટે આવશ્યક છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ગ્રીડ વિસ્તરણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે અને અમને વિશ્વસનીય પાવર ડિલિવરી અને રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશનમાં યોગદાન આપવાનો ગર્વ છે. અમે વૃદ્ધિ સાધી રહ્યાં છે તેની સાથે આ પ્રકારના પ્રોજેક્ટ્સ અમારી બજાર સ્થિતિને મજબૂત બનાવે છે અને પાવર ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી કટીબદ્ધતાને મજબૂત બનાવે છે.”765kV સબસ્ટેશન ભારતની પાવર ટ્રાન્સમીશન ક્ષમતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ છે, જે આગામી વર્ષોમાં નોંધપાત્ર ગ્રીડ વિસ્તરણના સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ)ના અંદાજોને અનુરૂપ છે. આ પ્રકારના પ્રોજેક્ટ દેશના મહાત્વાકાંક્ષી ઊર્જા લક્ષ્યોને પૂર્ણ કરવામાં તથા ગ્રીડ સ્ટેબિલિટી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હાર્ટેક ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) સેક્ટરમાં અગ્રેસર રહ્યું છે તથા તેણે સમગ્ર ભારતમાં મોટા હાઇ-વોલ્ટેજ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યાં છે. આ નવો ઉમેરો ઇએચવી સેગમેન્ટમાં હાર્ટેકની ઉપસ્થિતિને મજબૂત કરવાની સાથે-સાથે વિશાળ અને જટિલ પાવર ટ્રાન્સમીશન પ્રોજેક્ટ્સ ડિલિવર કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે.

HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આઇસોલેશન વોર્ડ તૈયાર

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here