કોરોના કાળમાં જાણે કે એક કાળ ચક્ર ફરી વળ્યું હોય એમ અનેક સંતાનો નિરાધાર બન્યા છે. તો બીજી તરફ લોકોની આર્થિક પરિસ્થતિ પણ કથળી છે. ત્યારે આવા સમયમાં જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓનાં વ્હારે નરોડાનું તુલસી ક્યારો સમિતિ ગ્રુપ આવ્યું છે.
અમદાવાદ – નરોડાનાં તુલસી ક્યારો સમિતિ ગ્રુપ દ્રારા માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દિકરીઓના તમામ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યાં. તેમણે દિકરીનાં પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતું. સાથે જ દિકરીઓને ટીવી, ફ્રિજ, તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓની ભેટ- સોગાદ પણ આશિર્વાદ સ્વરૂપે આપી હતી. કોરોના કાળમાં જાણે કે એક કાળ ચક્ર ફરી વળ્યું હોય એમ અનેક સંતાનો નિરાધાર બન્યા છે. તો બીજી તરફ લોકોની આર્થિક પરિસ્થતિ પણ કથળી છે. ત્યારે આવા સમય માં જરૂરિયાત મંદ પરિવારની દીકરી ઓનાં વ્હારે નરોડાનું તુલસી ક્યારો સમિતિ ગ્રુપ આવ્યું છે. વર્ષ 2019થી આવી દીકરી ઓને સહાય કરવાનાં વિચારને સાકાર કરવા માટે નરોડાનાં યુવકો તુલસી ક્યારો સમિતિની સ્થાપના કરીને એક બીજાનો સંપર્ક કરવા લાગ્યા હતા. જેને વેગ આપવા માટે દાતાઓ પણ મળવા લાગ્યા હતા. જેથી વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર 8 છોકરીઓના લગ્ન કરાવ્યા હતા આ વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમુહ લગ્ન ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર 21 જેટલી દિકરીઓના 28 નવેમ્બર 2021નાં રોજ લગ્ન કરાવ્યા હતા. આ ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ જ્ઞાતિની દિકરીઓને લગ્ન કરાવવાનું બીડું ઝડપી લીધું હતુ. આ વર્ષે પણ નરોડા અને આસપાસના વિસ્તારોમાં પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 21 જેટલી દિકરીઓના સામે આવી હતી આ ગ્રુપ દ્રારા અનેક દાતાઓની મદદથી તમામ 21 દિકરીઓને તેમના પિતાની જેમ ઉંમગ ભર્યા લગ્ન કરાવ્યા હતા. આ વખતે પણ દર વર્ષની જેમ એણાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને યુવકોએ દિકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતુ. ઉપરાંત દિકરીઓને ટીવી, ફ્રિજ, તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ-લોગાદ અને આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવી હતી.