
યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં તેના ગિફ્ટ સિટી કેમ્પસ માટે તેના જુલાઈ 2025ના એડમિશન 27મી જૂન, 2025ના રોજ બંધ થશે. પોતાના આખરી વર્ષના પરિણામોની રાહ જોઈ રહેલા સંભવિત અરજીકર્તાઓને વહેલા અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ કમ્પ્યૂટિંગ (ડેટા એનાલિટિક્સ), ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક) અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી (ફિનટેક) એક્સટેન્શનમાં વિવિધ માસ્ટર્સ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.નવી બેચ માટેના ઓરિએન્ટેશન 7થી 13 જુલાઈ, 2025 વચ્ચે યોજાશે જેમાં કેમ્પસ ખાતે લેક્ચર્સ 14મી જુલાઈ 2025થી શરૂ થશે.ભારતમાં વૈશ્વિક સ્તરે પ્રસ્તુત અને કારકિર્દી આધારિત શિક્ષણ પૂરું પાડવાના તેના સતત પ્રયાસોમાં યુઓડબ્લ્યુએ ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ ફર્મ આઈબીએમ ઈન્ડિયા, મેલબોર્નમાં હેડક્વાર્ટર ધરાવતી મલ્ટીનેશનલ ફાઇનાન્શિયલ અને બેંકિંગ સર્વિસીઝ કંપની એએનઝેડ બેંક, ફિનટેક ઇન્ક્યુબેટર એફ્થોનિયા લેબ્સ, બિઝનેસ સોફ્ટવેર સ્યૂટ ઓડૂ અને અન્ય સહિત વિવિધ ભારતીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે જેથી ફિનટેક, એઆઈ તથા એમએલ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગ માટેની તૈયારી તથા શિક્ષણને વધારી શકાય.યુઓડબ્લ્યુ ઈન્ડિયાના કેમ્પસ ડિરેક્ટર નિર્મય કલ્યાણીએ જણાવ્યું હતું કે ભારત ડિજિટલ પાવર્ડ ઇકોનોમીમાં તેની સફરને આગળ લઈ જઈ રહ્યો છે ત્યારે ફિનટેક તથા કમ્પ્યૂટિંગ જેવા ક્ષેત્રોમાં પ્રતિભાઓની માંગ પહેલા કરતા વધી ગઈ છે.યુઓડબ્લ્યુ ઈન્ડિયા ખાતે અમે આને માર્કેટમાં એક ગેપ તરીકે જ નહીં, પરંતુ ઉદ્યોગ સાથે ગહનપણે સંલગ્ન હોય તથા વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત હોય તેવા પ્રોગ્રામ્સ દ્વારા ભવિષ્યના લીડર્સ તથા ઇનોવેટર્સને આકાર આપવા માટેની અર્થપૂર્ણ તક તરીકે જોઈએ છીએ.અમારી પ્રતિબદ્ધતા નોકરી માટે તૈયાર એવા ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવાની છે જેઓ ભારતની વધતી ડિજિટલ ઇકોનોમીમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપે અને વિકસિત ભારત 2047ના વ્યાપક વિઝનને સાકાર કરવામાં મદદ કરે. આ એવું વિઝન છે જે આગામી દાયકામાં ઉચ્ચ કુશળતા ધરાવતા અને એડપ્ટેબલ પ્રોફેશનલ્સની નવી પેઢી પર નિર્ભર છે.સહયોગના ભાગરૂપે વિદ્યાર્થીઓ ઉદ્યોગ નિષ્ણાંતો તરફથી ગેસ્ટ લેક્ચર્સ, ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સ, ઇન્ટર્નશિપ તકો, એકેડમિક મેન્ટરશિપ અને બીએફએસઆઈથી માંડીને સોફ્ટવેર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, આઈટી ઇન્ડસ્ટ્રી અને અન્ય જેવા વિવિધ ઉદ્યોગોમાં વિવિધ ભૂમિકાઓ માટે જોબ પ્લેસમેનેટ આસિસ્ટન્સની એક્સેસ મેળવશે.ભારત સરકારની એનઈપી 2020 હેઠળ ઓસ્ટ્રેલિયન વર્સિટીએ દેશભરની ભારતીય યુનિવર્સિટીઓ સાથે જોડાણ કર્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, એનએમઆઈએમએસ મુંબઈ, કર્ણાવતી યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ગાર્ડી વિદ્યાપીઠ અને ગુજરાતની અન્ય સંસ્થાઓ જેવી યુનિવર્સિટીઓનો તેમાં સમાવેશ થાય છે.તેવી જ રીતે ઉત્તરમાં માનવ રચના યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી (જયપુર), ચિતકારા યુનિવર્સિટી, ચંદીગઢ યુનિવર્સિટી અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે. દક્ષિણમાં રામા દેવી મહિલા યુનિવર્સિટી, ડક્સફોર્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ, એસઆરએમ યુનિવર્સિટી, વીઆઈટી અને ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે આવો સહયોગ કરવામાં આવ્યો છે. આ ભાગીદારીઓ એનઈપી 2020 પહેલને સમાવિષ્ટ કરતી વખતે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સ્થાપિત કરવા પર કેન્દ્રિત છે.યુઓડબ્લ્યુ ઈન્ડિયા ઉદ્યોગ સાથે સંલગ્ન હોય તેવા શિક્ષણ અને વ્યવહારુ વ્યાવસાયિક વિકાસ મોડ્યુલ પૂરા પાડે છે જે ભારતમાં નાના, મધ્યમ અને મોટા સંગઠનો સહિત એમએનસીની વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરે છે.