Saturday, May 18, 2024
HomeGujaratઅર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને નિહાળ્યું; સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું, 3 કિલોમીટરના રોડ શોમાં અભિવાદન...

અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને નિહાળ્યું; સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું, 3 કિલોમીટરના રોડ શોમાં અભિવાદન ઝીલ્યું, બપોરે ગાંધીનગરમાં કાર્યક્રમ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ભુજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.ગઈકાલે તેઓએ અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ સાંજે માતા હીરાબાને મળ્યાં હતા. ત્યારે આજે તેઓ કચ્છની મુલાકાતે આવ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે.વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક સાથે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવ અને અટલ બ્રિજનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યા હતા. જે બાદ આજે ભુજ શહેરના આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.ભુજમાં સ્મૃતિવનના લોકાર્પણ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પર હતા, જે દરમિયાન સીઆર પાટીલને પણ લોકાર્પણ વિધિ વખતે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. સ્ટેજ પર જતી વખતે પાટીલ પગથીયું ચૂકી જતાં પડી ગયા હતા. જોકે બાજુમાં જ ઉભેલા મુખ્યમંત્રીએ તેમનો હાથ પકડીને તેમને તરત ઉભા કરી દીધા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001ના ભુકંપમાં દિવંગત થયેલાં લોકોની સ્મૃતિમાં ભુજીયા ડુંગર ખાતે બનાવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સાથે મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી.તેમણે પૃથ્વીનું સર્જન અને તેની રચનાના તબક્કા, ભૂકંપ સહિતની કુદરતી આપદાઓના ઉદભવ અને અસરો, બચાવની પ્રયુક્તિઓ, આપદાઓ બાદ પુનનિર્માણ સહિતની બાબતોની સમજણ આપતી ગેલેરીઓનું નિરીક્ષણ કરીને પ્રદર્શિત માહિતી, મોડેલ્સ અને પ્રસ્તુતિઓ નિહાળી હતી.વડાપ્રધાને આદિ શંકરાચાર્યના શ્લોક “સમ્યક સરતી ઇતિ સંસાર….”ના ભાવ પર આધારિત ભૂકંપ સંગ્રહાલયના સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનમાં નિર્માણાધીન 50 ચેકડેમ પૈકી અંજાર – 8ચેકડેમની મુલાકાત લીધી હતી. અહીંના વિવિધ ચેક્ડેમની દીવાલો પર નેમ પ્લેટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર 12,932 સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિ અમર કરવામાં આવી છે. આવી કુલ 1020 નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત છે. ચેકડેમની મુલાકાત બાદ સન પોઇન્ટ પર જઇ બે દાયકામાં નવ નિર્માણ પામેલા ભુજનું વિહંગાવલોકન કર્યું હતું.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here