રેડ બુલ ઇન્ડિયાએ તાજગીના અહેસાસ સાથે સમર સિઝનને વિંગ્સ આપવા ન્યુ એડિશન લોન્ચ કરી

0
3
ઉનાળાની ગરમીને મહાત આપવા રેડ બુલ સજ્જ
ઉનાળાની ગરમીને મહાત આપવા રેડ બુલ સજ્જ

~ સમાન વિંગ્સ – અલગ સ્વાદ! રેડ બુલની પીચ એડિશન સાથે સમર 2021નો પ્રારંભ કર્યો

લોકપ્રિય ઉર્જાસભર પીણાની માંધાતા રેડ બુલ કંપનીએ ઓનઇલાઇન ગેમમાં નોંધપાત્ર રીતે લોકોને આકર્ષ્યા

અમદાવાદ, તા.29

ઉનાળાની ગરમીને મ્હાત કરવા માટે રેડ બુલ ઇન્ડિયા સજ્જ થઇ રહ્યુ છે. સમર એડિશન પીચના તાજગીના સ્વાદ સાથે આવે છે, જે તેને વ્યસ્ત સમયમાં પીવાનું પીણુ બનાવે છે જેથી તમારા શરીર અને મનમાં શક્તિનો સચાર કરી શકાય અને સમર સિઝન દરમિયાન વિંગ્સ આપી શકાય. જેને ધ્યાનમાં રાખીને રેડ બુલ ઇન્ડિયાએ તાજગીના અહેસાસ સાથે સમર સીઝનને વીંગ્સ આપવા ન્યુ એડિશન લોન્ચ કરતાં માર્કેટમાં ચર્ચા જાગી છે.

ઉપરાંત, ન્યુ લિમીટેડ એડિશનને ખુલ્લી મુકવા માટે લોકપ્રિય ઉર્જાસભર પીણાની માંધાતા કંપનીએ ઓનલાઇન ગેઇમમાં નોંધપાત્ર રીતે લોકોને આકર્ષ્યા છે અને રમૂજ પૂરી પાડી છે. redbull.in/summerમાં રમત રમો અને તમારું નવું ન્યુ સમર વિંગ્સ પ્રાપ્ત કરવા માટે લિડરબોર્ડમાં આગવો ક્રમ મેળવો. વધુમાં તમે તમારુ પોતાનું પીચ સ્વાદવાળું પોપ્સિકલ બનાવાની સર્જનાત્મક પણ બની શકો છો જે રેડ બુલ સમય એડિશનની વિનર્સ કીટ સાથે આવે છે. પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા અને નવીન માર્ગોની શોધ કરવાનું સતત રાખતા રેડ બુલ ઇન્ડિયા ઓન-ગ્રાઉન્ડ, ઇન-સ્ટોર અને કેમ્પસ એક્ટીવેશન્સનું પણ 3 મહિના દરમિયાન આયોજન કરનાર છે.

રેડ બુલ સમર એડિશનની 250 એમએલની કિંમત રૂ. 115 છે અને માર્ચના મધ્યથી દરેક સ્ટોર્સમાં મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે. ન્યુ એડિશન તમામ ઇકોમર્સ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ મોલમાં પણ પહેલેથી જ ઉપલબ્ધ છે. સમાન વિંગ્સ – અલગ સ્વાદ! જો તમે પીચનો સ્વાદ ચાખવા તલપાપડ હોય તો, #RedBullSummerEdition તમારા માટે જ છે. ઉલ્લેખનીય છે કે, ફાર ઇસ્ટના ફંકશનલ ડ્રીંક્સથી પ્રેરીત ડાઇટ્રીક મેટેશીત્ઝે 1980ના મધ્યમાં રેડબુલની સ્થાપના કરી હતી. તેમણે રેડ બુલ એનર્જી ડ્રીંકની ફોર્મ્યુલનું સર્જન કર્યું હતું અને રેડ બુલનો અનન્ય માર્કેટિંગ ખ્યાલ વિકસાવ્યો હતો. 1987માં 1 એપ્રિલના રોજ રેબુલ એનર્જી ડ્રીંક હોમ માર્કેટ ઓસ્ટ્રિયામાં સૌપ્રથમ વખત વેચાયુ હતું. તે ફકત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટનું લોન્ચ જ ન હતું પરંતુ હકીકતમાં તો તદ્દન નવી પ્રોડક્ટનું લોન્ચ હતું. આજે રેડ બુલ 170 દેશોમાં ઉપલબ્ધ છે અને 7.9 અબજથી વધુ રેડબુલના કેન્સનો પાછલા વર્ષે વપરાશ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here