Wednesday, August 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ આરટીઓમાં હવે એજન્ટ ઘૂસશે તો કચેરીના વડા સામે કરાશે કાર્યવાહી

અમદાવાદ આરટીઓમાં હવે એજન્ટ ઘૂસશે તો કચેરીના વડા સામે કરાશે કાર્યવાહી

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

અમદાવાદ સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ સહિત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં એજન્ટનું દૂષણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાની અનેક ફરિયાદોના પગલે તાજેતરમાં જ વાહનવ્યવહાર કમિશનરને પરિપત્ર દ્વારા આદેશ જાહેર કરવાની ફરજ પડી છે તે મુજબ હવે આરટીઓ કચેરીમાં એજન્ટ મળી આવશે કે ઝડપાશે તો તેની જવાબદારી આરટીઓના વડાની રહેશે.પરિપત્રમાં જણાવ્યા મુજબ આરટીઓ કચેરીમાં કચેરીના વડાની રહેમ નજર હેઠળ જ એજન્ટ પ્રથા હવે પછી ચાલી શકશે નહીં. ૪ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે હવે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા (અનધિકૃત ઇસમો) ચાલુ હોવાનું ધ્યાને આવશે તો કચેરીના વડાની અંગત જવાબદારી રહેશે અને તેમની નિષ્ફળતા બદલ ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-૧૯૭૧ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પરિપત્રનો કડક અને સખતાઈપૂર્વક અમલ કરવા તેમજ જરૂર જણાય તો સ્થાનિક પોલીસનો પણ સહકાર લઇ એજન્ટ પ્રથા કોઈ પણ સ્વરૂપથી અસ્તિત્વમાં ન રહે તેમજ અન‌ધિકૃત ઇસમો કચેરીમાં કે કચેરી કંપાઉન્ડમાં ન આવે તેવાં પગલાં લેવા તમામ આરટીઓ-એઆરટીઓને સૂચના આપવામાં આવી છે. કચેરીઓમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી અને વચેટિયા તરીકે કામ કરી વધારે પૈસા પડાવતા હોવાની રોજબરોજ અનેક ફરિયાદો તંત્રને મળતી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ વડાની જવાબદારી ફિક્સ થતાં જ તાજેતરમાં જ અમદાવાદ આરટીઓમાં બેરોકટોક ઘૂસણખોરી કરનારા એજન્ટની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. તમામને આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બંધ કરીને પાછળ દરવાજેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here