બવાલનું સ્ટ્રિમિંગ બંધ કરાવવા યહુદી સંગઠનની માગણી

0
22

જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ‘બવાલ’ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવાદમાં સપડાઇ છે.  યહૂદી માનવાધિકાર સંસ્થા સાઇમન વિસેન્થલ સેન્ટરે ફિલ્મની વાર્તામાં અમુક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે અને સંબંધિત ઓટીટી પ્લેટફોર્મને આ ફિલ્મનું સ્ટ્રિમિંગ બંધ કરવા જણાવ્યું છે. 

દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે જર્મન  કબજા હેઠળના પોલેન્ડમાં ઓશ્ટિવિત્સ કોન્સ્ટ્રેશન કેમ્પ રચવામાં આવ્યા હતા જ્યા યહુદીઓ પર પારાવાર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં બે પાત્રો વચ્ચેના સંબંધમાં ઘર્ષણ થાય તેને આ અત્યાચાર સાથે સરખાવાયા છે. ફિલ્મમાં એક સંવાદ એવો છે કે દરેક સંબંધ પોતાના ઓશ્ટિવિત્સમાંથી પસાર થતો હોય છે. વધુમાં એક જગ્યાએ જાહ્નવી કપૂર એમ પણ કહે છે કે આપણે કાંઈ થોડા હિટલર છીએ. 

સાઇમન વિસેન્થલ સેન્ટરના જણાવ્યા અનુસાર આ કોન્સ્ટ્રેશન કેમ્પ એ માનવ ઈતિહાસની સૌથી ઘાતકી અને અતિશય કરુણ ગાથાનો ભાગ છે. માનવ સંબંધોમાં ઘર્ષણને તેની સાથે સરખાવવા એ આ મહાભયાનક યાતનાોની સાથે તદ્દન તુચ્છ સરખામણી છે. 

વિશ્વભરના યહુદીઓ તેનાથી પીડા અનુભવી શકે છે. ઓટીટી પ્લેટફોર્મે આ ફિલ્મ દર્શાવવનું બંધ કરવું જોઈએ.