ચીને ઈન્ટરનેટ પર કોરોના સંબંધિત ડેટા જાહેર કર્યા બાદ ફરી હટાવ્યા, WHOએ કારણ પૂછ્યું?

0
25

WHOએ ચીનના અધિકારીઓને કોરોના વાયરસના હટાવેલા ડેટા અંગે ઠપકો આપ્યો

ચીનના વુહાન હુઆનન સીફૂડ હોલસેલ માર્કેટમાં આ વાયરસનો ચેપ લાગ્યો હતો

WHOએ કોરોનાવાયરસના મૂળને જાહેર કરતા વૈજ્ઞાનિક સંશોધનને અવરોધિત કરવા માટે ચીનના અધિકારીઓને ઠપકો આપ્યો છે. WHOએ ગઈકાલે ચીનના અધિકારીઓને ત્રણ વર્ષ પહેલા ડેટા જાહેર ન કરવાના કારણો અને જાન્યુઆરીમાં ઓનલાઈન પ્રકાશિત થયા પછી તેને હટાવવામાં આવ્યા હતા તે અંગે પણ પૂછ્યું હતું.

ઈન્ટરનેટ પરથી ડેટા ગાયબ થઈ જાય તે પહેલા વાયરસ નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય ટીમે સંશોધનને ડાઉનલોડ કરીને તેનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું હતું. ટીમે જાહેર કર્યું કે ડેટા સૂચવે છે કે વાયરસની શરૂઆત ગેરકાયદેસર રીતે વેચાયેલા રેકૂન ડોગ્સથી ફેલાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ચીનના વુહાન હુઆનન સીફૂડ હોલસેલ માર્કેટમાં આ વાયરસનો ચેપ લાગ્યો હતો. 

ટીમ અંતિમ પરિણામો સુધી પહોંચી નથી

આ ટીમ અંતિમ પરિણામો સુધી પહોંચી શકી ન હતી કારણ કે જ્યારે નિષ્ણાતોએ તેમના ચાઇનીઝ સમકક્ષો સાથે વિશ્લેષણમાં સહયોગ કરવાની ઓફર કરી હતી ત્યારે જનીન સિક્વન્સને વૈજ્ઞાનિક ડેટાબેઝમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું આ આંકડા ત્રણ વર્ષ પહેલા જાહેર કરી શક્યા હોત અને જાહેર કરવાના હતા. તેમણે કહ્યું કે હટાવેલા પુરાવાઓને હવે તરત જ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જાહેર કરવાની જરૂર છે.