મુંબઇ,તા. ૨૨
બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર કલાકારોની યાદીમાં સામેલ રહ્યો છે. કેટલાક હોલિવુડ સ્ટારને પાછળ છોડીને અક્ષય કુમાર ખેલાડી નંબર ચાર બની ગયો છે. લોકપ્રિય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દુનિયાભરના વધુ કમાણી કરનાર અભિનેતાની યાદી રજૂ કરવામાં આવી છે. હોલિવુડ સ્ટાર ક્રિસ ઇવાન્સ, પોલ રૂ અને વિલ સ્મીથને અક્ષય કુમારે પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ફોર્બ્સની યાદીમાં અક્ષય કુમાર ચોથા સ્થાન પર છે. અક્ષય કુમાર બાદ જેકી ચાન, એડમ સેન્ડલર ક્રિસ ઇવાન્સ અને પોલ રૂડ રહેલા છે. વિલ Âસ્મથ પણ અક્ષય કુમારની પાછળ છે. ફોર્બ્સની યાદી મુજબ પહેલી જુન ૨૦૧૮થી લઇને પહેલી જુન ૨૦૧૯ સુધીના ગાળામાં તેમની કમાણી ૬૫ મિલિયન ડોલર અથવા તો ૪૬૫ કરોડની રહી છે.
ગયા વર્ષે આ યાદીમાં અક્ષય કુમારની સાથે સલમાન ખાન પણ ટોપ ટેનમાં રહ્યો હતો. જા કે આ વખતે સલમાન ખાન ટોપ ટેનમાં નથી. સલમાન ખાન બોલિવુડના સૌથી મોટા સ્ટાર તરીકે છે. જા કે તે આ યાદીમાં સામેલ નથી. ગયા વર્ષે અક્ષય કુમારની સાથે બોલિવુડ સ્ટાર સલમાને પણ બાજી મારી હતી.
ગયા વર્ષે આ યાદીમાં અક્ષય કુમાર સાતમા નમ્બરે અને સલમાન કાન નવમા નંબરે હતો. આ યાદીમાં ટોપ પર રહેલા અભિનેતાના નામને સાંભળીને તમામને આશ્ચર્ય થઇ શકે છે. હોલિવુડ નિર્માતા અને બેવોચ અભિનેતા ડેવેન જાન્સન ધ રોક લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. જાન્સન બાદ બીજા નંબર પર ક્રિસ હેમ્સવર્થ છે. ત્રીજા સ્થાન પર રોબર્ટ ડાઉની જુનિયર છે. ધ રોકે પહેલી જુન ૨૦૧૮થી લઇને પહેલી જુન ૨૦૧૯ સુધીમાં ૮૯.૪મિલિયન ડોલરની એટલે કે ૬૪૦.૫ કરોડની કમાણી કરી છે. ડ્વેનને આગામી ફિલ્મ જુમાન્જી માટે ૨૩.૫ મિલિયન ડોલરની રકમ મળી છે.