Saturday, January 11, 2025
HomeIndiaઅજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે આ મુદ્દે કરશે વાત,ભારત-ચીન LAC વિવાદ ઉકેલાય...

અજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે આ મુદ્દે કરશે વાત,ભારત-ચીન LAC વિવાદ ઉકેલાય તેવી સંભાવના

Date:

spot_img

Related stories

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...
spot_img

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન સરહદને લઈને આ બેઠક 17 અને 18 ડિસેમ્બરે યોજાશે. જેમાં ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચર્ચા કરશે. આ મુલાકાતને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના ઉકેલની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

ગલવાન અથડામણ બાદ પ્રથમ બેઠક :
ગલવાન અથડામણ બાદ આ વિશેષ પ્રતિનિધિ સ્તરની પ્રથમ બેઠક થશે. બંને દેશો વચ્ચે છેલ્લે આ પ્રકારની ચર્ચા ડિસેમ્બર, 2019માં થઈ હતી. જૂન, 2020માં ગલવાન ખીણમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બગડ્યા હતાં. ઉચ્ચસ્તરીય વાર્તાના પરિણામોથી આગામી કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચાનો માર્ગ મોકળો બનશે.નવી દિલ્હીમાં આયોજિત વર્કિંગ મિકેનિઝ્મ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન બેઠક દરમિયાન બંને દેશોની ચર્ચા કરવાની સહમતિ સાથે આ બેઠક યોજાશે. આ બેઠકમાં શાંતિપૂર્ણ સમાધાન થવાના નવા માર્ગો ખૂલશે, તેમજ સ્થિરતા પણ વધવાનો સંકેત રાજકીય વિશ્લેષકો આપી રહ્યા છે.ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરમાં જ LAC પર પેટ્રોલિંગને લઈને એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર હેઠળ, એલએસી પર બધું જૂન 2020 પહેલા જેવું જ હશે. જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ અહીં તણાવ હતો. એવી ઘણી જગ્યાઓ હતી જ્યાં પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું.

LAC પર પાંચ સ્થળોએ ભારત અને ચીન વચ્ચે અથડામણ- ડેપસાંગ, ડેમચોક, ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગ. 2020 પછી અનેક રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોની સેનાઓ ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગમાંથી પીછેહઠ કરી હતી. જો કે, ડેપસાંગ અને ડેમચોકમાં સૈનિકો તૈનાત હોવાથી સંઘર્ષનો ભય હતો. પરંતુ હવે સમજૂતી બાદ ભારત અને ચીનની સેના પાંચ જગ્યાએથી હટી ગઈ છે અને પહેલાની જેમ અહીં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડેપસાંગમાં પેટ્રોલિંગ ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્વનું છે કારણ કે કારાકોરમ પાસ પાસે દૌલત બેગ ઓલ્ડી પોસ્ટથી 30 કિલોમીટર દૂર છે. ટેકરીઓ વચ્ચે એક સપાટ વિસ્તાર પણ છે, જેનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. જ્યારે ડેમચોક સિંધુ નદી પાસે આવે છે. જો અહીં ચીનનો અંકુશ હોત તો ઉત્તર ભારતના રાજ્યોમાં પાણી પુરવઠાને અસર થવાનો ભય હતો.

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here