Sunday, September 27, 2026
HomeAhmedabadક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000 પ્રસંશકોને તેમની મંઝિલ...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000 પ્રસંશકોને તેમની મંઝિલ સુધી પહોંચાડ્યા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026 ના હાઈ-પ્રોફાઇલ ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ પોતાની કામગીરી ક્ષમતા અને યાત્રી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. 08 માર્ચ, 2026ના રોજ રમાયેલા આ ઐતિહાસિક મુકાબલા દરમિયાન દર્શકોની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વ્યૂહાત્મક રીતે 12 વિશેષ ટ્રિપ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું. આ ટ્રેનો માત્ર લોજિસ્ટિક્સ દૃષ્ટિએ જ સફળ સાબિત થઈ નથી, પરંતુ આર્થિક રીતે પણ ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે.
આ વિશેષ ટ્રેનો દ્વારા 15,000થી વધુ યાત્રીઓએ મુસાફરી કરી અને આ ટ્રેનોમાં 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ નોંધાઈ. આ ટ્રેનોના સંચાલનથી ₹1.50 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈ. સાથે સાથે અમદાવાદ–દિલ્હી આશ્રમ,અમદાવાદ–નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત, ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત , અમદાવાદ–દાદર ગુજરાત મેલ, અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ રહી.
યાત્રીઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય કેન્દ્રોને જોડતા વિશેષ રૂટો પર ટ્રેનોનું સંચાલન કર્યું. આ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણે જેવા મુખ્ય સ્ટેશનોમાંથી સીધા અમદાવાદ માટે ચલાવવામાં આવી.
કુલ 6 વિશેષ ટ્રેનો અમદાવાદ તરફ (પ્રશંસકોને મેચ માટે લઈ જવા માટે) તથા 6 વિશેષ ટ્રેનો અમદાવાદથી પરત (મેચ બાદ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે) સંચાલિત કરવામાં આવી.
નિયમિત ટ્રેનોની સમયસારણીને અસર કર્યા વગર આ વિશેષ સેવાઓને એવી રીતે આયોજન કરવામાં આવી કે મુસાફરોને લગભગ ‘ડોર-ટુ-ડોર’ જેવી સુવિધાનો અનુભવ મળી શકે.
ટ્રેનોમાં 100 ટકા કરતાં વધુ ઑક્યુપેન્સિથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ પ્રશંસકો વચ્ચે આ વિશેષ સેવાઓ માટે ભારે માંગ હતી. રેલવેએ કેટલીક ટ્રેનોમાં ‘તત્કાલ’ આધાર પર વધારાના કોચ ઉમેરવામાં પણ આવ્યા, જેથી વધુમાં વધુ મુસાફરોને સમાવી શકાય.
ભીડ નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ અને મુંબઈના સ્ટેશનો પર વધારાના રેલવે સુરક્ષા દળ (આર પી એફ ) તથા વાણિજ્યિક કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી. સ્ટેશનો પર વિશેષ સહાયતા ડેસ્ક તેમજ બેહતર જાહેરાત પ્રણાલી (ઉદ્ઘોષણા સિસ્ટમ)ની વ્યવસ્થા કરવામાં આવી, જેથી મેચના ઉત્સાહ વચ્ચે પ્રશંસકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
વિશ્વ કપ દરમિયાન પશ્ચિમ રેલવેની આ પહેલે માત્ર હજારો પ્રશંસકોની મુસાફરીને આરામદાયક બનાવી નથી, પરંતુ મોટા કાર્યક્રમો દરમિયાન રેલવેની ઝડપી પ્રતિક્રિયા ક્ષમતા અને વ્યવસ્થાપન ક્ષમતાનું પણ અસરકારક રીતે પ્રદર્શન કર્યું છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here