ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાનું અને દીધ વાળાને પૈસા આપવાની પત્નીની વાતથી ગુસ્સે થયેલા પતિએ પ્રેગ્નેન્ટ મહિલાને અડધી રાતે કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. 80 ટકા સળગી ગયેલી મહિલાની ઉદેપુર એમબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સળગ્યા પછી મહિલાની ડિલીવરી પણ થઈ ગઈ હતી. મહિલાએ એક મૃતક બાળકીને જન્મ આપ્યો હતો. ઘટના રાજસમંદ જિલ્લાના કેલવા વિસ્તારની છે. સોમવારે પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધી લીધી છે. આરોપી ફરાર છે. મેજિસ્ટ્રેટે દાઝેલી મહિલાનું નિવેદન લઈને હોસ્પિટલ મેનેજમેન્ટને બાળકીનું મોતનું કારણ જણાવવા કહ્યું છે.
પતિ-પત્નીમાં આ કારણથી થયો હતો ઝઘડો
– એએસઆઈ સુંદરલાલે જણાવ્યું કે, રામુ પર શનિવારે તેના પતિ દેવીલાલે કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી.
– તે 80 ટકા દાઝી ગઈ છે. હકીકતમાં તેમને ત્રણ મહિનાનું ઘરનું ભાડુ અને દૂધવાળાના પૈસા ચૂકવવાના બાકી હોવાથી ઝઘડો થઈ ગયો હતો.
– તે ઝઘડા પછી આરોપી દેવીલાલ રાતે એક વાગે દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને તેણે કેરોસીન ભરેલુ કેન રામુદેવી પર નાખીને આગ લગાવી દીધી હતી. તે દરમિયાન રામુદેવી ગાઢ ઉંઘમાં હતી.
– સળગતાસળગતાં તેણે બુમો પાડવાની શરૂ કરી તો પડોશમાં રહેતા તેના પિતા અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે આગ ઓલવીને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, અહીં રામૂદેવીની ગંભીર હાલત જોઈને તેને ઉદેપુર ટ્રાન્સફર કરવામાં આવી હતી. રવિવારે રાતે તેણે એક મૃત બાળકીને પણ જન્મ આપ્યો હતો.
આરોપી દેવીલાલને દારૂનું વ્યસન હતું, સાત દિવસ પહેલાં જ અમદાવાદથી આવ્યો હતો
પોલીસ ઈન્ચાર્જ દીપકે જણાવ્યું કે, દેવીલાલ તેના સસરાના મકાનની બાજુમાં જ ભાડે રહેતો હતો. દારૂનું વ્યસન હોવાથી દેવીલાલ આંતરે દિવસે દારૂના નશામાં તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. અંદાજે ત્રણ મહિના પહેલાં તે અમદાવાદ આવ્યો હતો. સાત દિવસ પહેલાં તે ઘરે પાછો ગયો તો રૂપિયા લઈને નહતો ગયો. ત્યારે પત્નીએ કહ્યું હતું કે, 3 મહિનાનું ઘરનું ભાડુ અને દૂધવાળાને પૈસા આપવાના છે. તમે પૈસા નથી લાવ્યા તો હવે કેવી રીતે આપીશું.
પત્ની ઉંઘતી હતી ત્યારે જ પતિએ લગાવી દીધી આગ
શનિવારે બપોરે રામુદેવીએ કહ્યું હતું કે, તમે સવારે જલદી ઘરેથી જતા રહો છો અને રાતે દારૂ પીને નશામાં પાછા આવો છો. મકાન માલિક અને દૂધ વાળા પૈસા માગે છે. તમે રૂપિયા નહીં આપો તો કેવી રીતે ચાલશે. પત્નીની સાથે આ વાતે ઝઘડો થયા પછી દેવીલાલ બહાર જતો રહ્યો હતો. થોડી વાર રાહ જોયા પછી રામુદેવી ઉંઘી ગઈ હતી. દેવીલાલે પાછા આવીને ગાળા-ગાળી શરૂ કરી દીધી અને રામુદેવી પર કેરોસીન નાખીને તેને સળગાવી દીધી હતી