મોંઘાકુદરતી ગેસ વાપરતાં અમદાવાદ અને વડોદરાના લોકોને હવે વધારે પૈસા ચૂકવવા પડશે કારણકે અદાણી ગેસ લિમિટેડ (AGL)એ કોપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવ વધાર્યા છે. 1 જૂન 2018થી કંપનીએ દરેક કેટેગરી- ઘરેલૂ, કોમર્શિયલ અને ઈંડસ્ટ્રીયલ દરકે માટે ભાવ વધારો લાગૂ કર્યો છે.AGLની વેબસાઈટ પર નવા ભાવની યાદી મૂકવામાં આવી છે. યાદી પ્રમાણે CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.30 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે 49.70 રૂપિયાથી વધીને ભાવ 51 રૂપિયા થયો છે. તો બીજી તરફ ઘરેલુ વપરાશમાં ઉપયોગમાં લેવાતા PNGના ભાવમાં 23.57 રૂપિયા પ્રતિ મિલિયન મેટ્રીક બ્રિટિશ થર્મલ યુનિટ્સ (mmBtu) વધારો કર્યો છે.એટલે હવે PNGનો નવો ભાવ (ટેક્સ વિના) 606.72 રૂપિયા થયો છે.કંપનીએ એપ્રિલના બીજા પખવાડિયામાં જ CNG-PNG (ઘરેલૂ)ના ભાવ વધાર્યા હતા. જો કે તે વખતે કોમર્શિયલ અને ઈંડસ્ટ્રીયલ PNGના ભાવમાં વધારો કર્યો નહોતો. આ વખતે કંપનીએ કોમર્શિયલ અને ઈંડસ્ટ્રીયલ ગ્રાહકો માટે પણ ભાવ વધારો લાગૂ કર્યો છે. કોમર્શિયલ PNGમાં 1,240.70 રૂપિયા પ્રતિ mmBtu ભાવ વધારાયા છે. જ્યારે ઈન્ડસ્ટ્રીયલ PNGના ભાવમાં પ્રતિ mmBtu 929.60 રૂપિયા વધાર્યા છે. આ બંને ભાવ ટેક્સ રહિત છે.અમદાવાદ અને વડોદરામાં 2,85,000 ઘરોમાં અદાણીનો ગેસ વપરાય છે, જ્યારે 1,50,000 CNG વપરાશકર્તા છે. કુદરતી ગેસની ખરીદી ડોલરમાં આંકવામાં આવે છે. રૂપિયાની કિંમત ડોલર કરતાં ઓછી હોવાથી કુદરતી ગેસની ખરીદ કિંમતમાં વધારો થયો છે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL) પણ ગેસના ભાવમાં વધારો કરી શકે છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમત વધારી છે