Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદના બ્યુટીપાર્લરમાં મહિલાની છેડતીની વિચિત્ર ઘટના

અમદાવાદના બ્યુટીપાર્લરમાં મહિલાની છેડતીની વિચિત્ર ઘટના

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

અમદાવાદ :શહેરમાં મહિલાઓની હવે સરેઆમ છેડતીના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મહિલાની છેડતી મામલે એક વિચિત્ર ઘટના સામે આવી છે. સાઉથ બોપલમાં એક બ્યુટીપાર્લરમાં સ્ત્રીવેશમાં આવેલા બુકાનીધારીએ મહિલાની છેડતી કરી હતી. ઘટનામાં ભોગ બનનાર મહિલાએ અજાણ્યા શખસ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા એક બ્યુટીપાર્લરમાં સ્ત્રીવેશમાં ઘૂસેલા બુકાનીધારી શખ્સની ચાલ અને અવાજ પુરુષ જેવો હતો. તે વ્યક્તિએ ઘુમા ખાતે રહેતી અને સાઉથ બોપલમાં બ્યુટીપાર્લર ચલાવતી 33 વર્ષીય મહિલાના મોઢા પર હાથ મૂકી જમણો હાથ પકડી લીધો હતો. જોકે મહિલાએ હિમ્મતભેર પ્રતિકાર કરતા શખ્સને ધક્કો મારી બ્યુટી પાર્લરની બહાર આવી ગઈ હતી. જેથી સ્ત્રીવેશમાં આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઘટના અમદાવાદમાં ગત રવિવારે સવારે 11 વાગ્યે બ્યુટી પાર્લરમાં બની હતી. રવિવારે 3 વાગયાની આસપાસ સાઉથ બોપલમાં આવેલા બ્યુટી પાર્લરમાં એકલા હાજર મહિલા ટી.વી. જોતા હતા. તે સમયે મોઢા પર માસ્ક અને દુપટ્ટો બાંધી સફેદ કુર્તી અને બ્લેક પ્લાઝો પહેરેલી અજાણી વ્યક્તિ આવી હતી. તે વ્યક્તિએ “મેરા એક કામ કરો” તેવું બોલી, અજાણ્યા શખસનો અવાજ અને કપાળના ભાગે વાળ પુરૂષ જેવા હતા. ત્યારબાદ મહિલાને કંઈક અજાગતું લાગતા તેમને બ્યુટી પાર્લની બહાર નીકળી જવા જણાવ્યું હતું. પરંતુ તેના પહેલા જ અજાણ્યા શખસે મહિલાના મોઢા પર હાથ મૂકી તેમણે હાથ પકડી લીધો હતો. પરંતુ મહિલાએ પ્રતિકાર કરીને તેઓ શખસના ચુંગાલમાંથી બહાર નીકળી ગયા હતા.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here