Ahmedabad Municipal Corporation: અમદાવાદ મહાનગરપાલિકાને થતાં પાલિકા તંત્ર દ્વારા મંજૂરી વગર બાંધકામ પર મોટી કાર્યવાહી કરી છે. સરખેજમાં સોનલ સિનેમા રોડ પર નેહા ફ્લેટ નામની ફ્લેટની સ્કીમનું મંજૂરી વગર બાંધકામ કરતા AMCએ બાંધકામ અટકાવ્યું હતું. આ ઉપરાંત 27 યુનિટનું બાંધકામ તેડી પાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરખેજમાં આવેલા સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટ નામની રહેણાંક સ્કીમનું મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મંજૂરી વગરના બાંધકામને અટકાવવા કરવામાં આવી હતી. એએમસી દ્વારા આ મંજૂરી વગરનું બાંધકામ અટકાવીને 27 યુનિટનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરી કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં
ઉલ્લેખનીય છે કે, 2020માં આ બાંધકામને તોડી બિનવપરાશી કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ જ્ગ્યાએ ફરીથી બાંધકામ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. જેથી કાર્યવાહી કરીને મિલકતને સીલ કરી બાંધકામ આગળ થતું અટકાવવામાં આવ્યું હતું.