ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થઇ શકે છે. મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ઓક્ટોબર-નવેમ્બરમાં પીએમ મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઈ શકે છે. ત્યારે જાણો આ સ્ટેડિયમની વિશેષતા.
સ્ટેડિયમની વિશેષતા
જો અહીં દર્શકોના બેસવાની ક્ષમતા જોવામાં આવે તો અહીં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટથી પણ ઘણું મોટું હશે. આ સ્ટેડિયમ મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યા પર જ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. 63 એકરમાં સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ બનાવવામાં આવશે. છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં 50 જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. મહત્વની વાત એ છે કે અહીં કોઇ પણ પીલર નહીં હોય, જેમાં કોઇ પણ અડચણે મેચ જોઇ શકાશે.
કેટલા ખર્ચે તૈયાર થશે?
ગુજરાત ક્રિકેટ સંઘ દ્વારા મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યાએ બની રહેલ આ સ્ટેડિયમ અંદાજિત 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેની ડિઝાઇન એમસીજીની ડિઝાઇનર ફર્મ પૉપુલસે જ તૈયાર કરી છે. આ મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.