Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ - ભુજ 'વંદે ભારત' ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, મુસાફરીનો...

અમદાવાદ – ભુજ ‘વંદે ભારત’ ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, મુસાફરીનો સમય ઘટે તેવી શક્યતા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ : આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમદાવાદથી ભુજનું અંતર પાંચ કલાકમાં કાપી મેટ્રો ટ્રેન ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથે બપોરે 12.59 કલાકે ભુજ આવી હતી. સફળ ટ્રાયલમાં પાંચ કલાકમાં પહોંચેલી વંદે ભારત આગામી તહેવારથી નિયમીતપણે દોડે અને સાડા ત્રણ કલાકમાં ભુજ-અમદાવાદની સફર પૂર્ણ કરે તેવું આયોજન હોવાનું રેલવે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છમાંથી વંદે ભારત ટ્રેન નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય અને તેને વંદે ભારત મેટ્રો નામ અપાય તેવી સંભાવના છે.એકતરફ ભુજ- નલિયા બ્રોડગ્રેજ ટ્રેન હજુ કયારે શરુ થશે તેની રાહ જોવામાં આવી રહી છે, તે વચ્ચે રવિવારે ભુજ- અમદાવાદ વંદે ભારત ટ્રેન ભુજ આવી પહોંચી હતી. પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ- ભુજ વંદે ભારત ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ સંપન્ન થઈ હતી. રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, ત્રણ યુનિટના 12 એસી કોચ સાથેની વંદે ભારત ટ્રેન રવિવારે બપોરે ભુજ ખાતે બપોરે 12.59 કલાકે પહોંચી હતી અને પરત બપોરે જ 13.40 કલાકે અમદાવાદ રવાના થઈ હતી. 110ની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનને ભુજ પહોંચતા 5 કલાકનો સમય લાગ્યો હતો. અમદાવાદથી રવાના થયા બાદ વંદે મેટ્રો ટ્રેન વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઊભી રહી હતી. ભુજ રેલવે અધિકારી કે. કે. શર્માએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જેનું સંપૂર્ણ સંચાલન રેલ એન્જિનમાંથી થાય છે. કચ્છને હાઇસ્પીડ ટ્રેન મળવાથી ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે. ટ્રાયલનો રિપોર્ટ મુંબઈ મોકલાયો છે આ રિપોર્ટ બાદ આગામી સમયમાં ટ્રેનને કયારથી દોડાવવી તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here