Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ: સરકારે ખાનગી સ્કૂલને 99,000 સુધી ફી લેવાની મંજૂરી ન આપી

અમદાવાદ: સરકારે ખાનગી સ્કૂલને 99,000 સુધી ફી લેવાની મંજૂરી ન આપી

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

સરકારે સ્કૂલોની ફી નક્કી કરવાનો કાયદો લાવ્યા બાદ શરુ થયેલી બબાલ હજુય અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલે (MGIS)તો સરકારે નક્કી કરેલી ફીમાં ક્વોલિટી એજ્યુકેશન આપવું મુશ્કેલ છે તેમ કહીને નવું શૈક્ષણિક વર્ષ મોડું શરુ કરવાનું જાહેર કર્યું છે. સ્કૂલનું કહેવું છે કે, તેને જેટલી ફીની જરુર છે, તેના કરતા ફી નિર્ધારણ કમિટિએ 30,000 રુપિયા ઓછા મંજૂર કર્યા છે.મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલે ફી નિર્ધારણ કમિટિ સમક્ષ વિદ્યાર્થી દીઠ 87,000થી 99,000 રુપિયાની ફીનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તેની સામે કમિટિ દ્વારા 54,000થી 55,000 રુપિયા ફી લેવા જ મંજૂરી આપી છે. સ્કૂલને પોતાની માગ અનુસાર ફી લેવાની મંજૂરી ન મળતા તેણે વાલીઓને મેસેજ કરીને જણાવી દીધું છે કે, નવું શૈક્ષણિક વર્ષ જુલાઈના પહેલા સપ્તાહથી શરુ થશેસ્કૂલે વાલીઓને જણાવ્યું છે કે, સરકારે જેટલી ફી લેવાની મંજૂરી આપી છે તેમાં સ્કૂલ ચલાવવી અઘરી છે. આટલી ફીમાં ત શિક્ષકોને પગાર પણ નહીં આપી શકે, અને તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડશે. એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સ્કૂલ તરફથી મોકલાયેલા વ્હોટ્સએપ મેસેજમાં જણાવાયું છે કે, નવું શૈક્ષણિક વર્ષ શરુ થવામાં વિલંબ થશે. આમ તો સ્કૂલ 22 જૂને શરુ થવાની હતીસ્કૂલે જુદા-જુદા વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને અલગ-અલગ સમયે બોલાવીને તેમની પાસેથી સ્કૂલને ટેકો આપવા માટે લેખિતમાં મંજૂરી મેળવવાનું શરુ કર્યું છે. સ્કૂલ વાલીઓને કહી રહી છે કે, સરકાર જેટલી ફી લેવાનું કહી રહી છે, તેટલામાં સારી ક્વોલિટીનું શિક્ષણ આપવું શક્ય નથી. જુલાઈના પહેલા સપ્તાહમાં ફી નિર્ધારણ કમિટિ સ્કૂલને પોતે જે સવલતો અને ગુણવત્તા આપે છે તે અનુસાર ફી લેવાની મંજૂરી આપી શકે છે, અને ત્યાર પછી જ સ્કૂલ શરુ થશે.સ્કૂલ તેમજ પેરન્ટ્સ કાઉન્સિલના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, કાયદાકીય જોગવાઈ અનુસાર, વાલીઓએ ફી નિર્ધારણ કમિટિની સુનાવણીમાં ભાગ લીધો હતો, અને સ્કૂલને પોતાનો ટેકો જાહેર કર્યો છે. હાલ આ મેટર ફી નિર્ધારણ કમિટિમાં વિચારાધીન છે. અમને આશા છે કે, જુલાઈના પહેલા વીક સુધીમાં આ અંગે આખરી નિર્ણય લેવાઈ જશેમહત્વનું છે કે, મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ એક માત્ર એવી સ્કૂલ છે કે જે IB (International Baccalaureate)ની માન્યતા ધરાવે છે, અને માત્ર આ સ્કૂલે જ ફી નિર્ધારણ કમિટિ સમક્ષ તમામ દસ્તાવેજ જમા કરાવ્યા હતા. બાકીની જે સ્કૂલો IBની માન્યતા પ્રાપ્ત છે, તેઓ ફી માટે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સ્કૂલ તરફથી વાલીઓને આશ્વાસન અપાયું છે કે જેટલા દિવસ સ્કૂલ મોડી શરુ થશે તેટલા દિવસ કવર કરી લેવાશે

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img