નવી દિલ્હી: તાજેતરમાં જ કેરળની એક જ્વેલરી કંપની માટે અમિતાભ બચ્ચન અને તેમની દીકરીએ દોઢ મિનિટની એક એડ શૂટ કરી હતી. પરંતુ હવે આ એડની બેંક યુનિયન દ્વારા આલોચના કરવામાં આવી રહી છે. યુનિયને એડની આલોચના કરતા કહ્યું કે આ એડ લોકોમાં અવિશ્વાસ પૈદા કરે છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC) દ્વારા એડ કંપની કલ્યાણ જ્વેલર્સ વિરુદ્ધ બુધવારે સુનાવણીની ચેતવણી આપવામાં આવી છે. સંસ્થાએ કંપની પર એડ દ્વારા લાખો કર્મચારીઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
AIBOCના મહા સચિવ સૌમ્ય દત્તાએ આરોપ લગાવ્યો છે કે એડનો જે વિચાર છે અને જે રીતે તેને દર્શાવવામાં આવી છે. તેનું તાત્પર્ય એ છે કે તે ઘૃણિત અને અપમાનજનક છે. એડનો હેતું વ્યાવસાયિક લાભ અને બેંક સિસ્ટમમાં અવિશ્વાસ પૈદા કરવાનો છે. તો બીજી તરફ કલ્યાણ જ્વેલર્સે આરોપોને નકરાત કહ્યું કે આ એડ સંપૂર્ણપણ કલ્પના પર આધારિત છે. કલ્યાણ જ્વેલર્સે દત્તાને પત્રમાં જણાવ્યું કે આ પૂર્ણ રીતે કાલ્પનિક છે અને અમારો બેંક અધિકારીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઇ ઇરાદો નથી.
કંપનીના અનુસાર એડ અંગે અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કોઇ વ્યક્તિ અથવા સમુદાયને ઠેસ પહોંચાડવાનો અમારો કોઇ ઇરાદો નથી. એડમાં બચ્ચન એક વૃદ્ધનું અને શ્વેતા નંદા તેમની દીકરીનું પાત્ર ભજવી રહી છે. એડમાં વૃદ્ધ વ્યક્તિને એક ઇમાનદાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે જે તેના પેન્શન ખાતામાં આવેલા વધારાના પૈસા બેંકમાં પરત આપવા જાય છે. તેમની દીકરી પણ તેમની સાથે જાય છે. જ્યાં બેંક કર્મચારીઓ તેમના સાથે દુર્વ્યવહાર કરે છે.
દત્તાએ કહ્યું કે એડમાં બેંકનું ખોટું રૂપ દર્શાવવામાં આવ્યું છે અને લાખો કર્મચારીઓને લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે જે ટિકાને પાત્ર છે. તેમણે કહ્યું કે અમે આ એડને માનહાનિ સમજીએ છીએ. AIBOCએ જ્વેલર્સ કંપની પાસે આ મામલે કોઇ શરત વગર માફી માંગવાની માંગણી કરી છે. જો કંપની માફી ન માંગે તો તેમના વિરદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે.